નવસારીમાં મિથીલાનગરીમાં રહેતી એક પરિણીતા અને ગિરિરાજ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ ઘરેથી કહ્યાં વગર ચાલી જતા તેઓ ઘરે પરત નહીં ફરતા તેમના સ્વજનોએ પોલીસમાં ગુમ થયાની જાણ કરી હતી.
નવસારીના ટાઉન પોલીસના અહેકો રમેશભાઈ દતુભાઈએ માહિતી આપતા જણાવ્યું કે ગિરિરાજ ટોકીઝ પાછળ આવેલ ગિરિરાજ એપાર્ટમેન્ટમાં રહેતા કાંતિલાલ રામજીભાઈ મિસ્ત્રી (ઉ.વ. 70) 9મી મેના રોજથી ઘરેથી કહ્યાં વગર ચાલી ગયા હતા. તેમની શોધખોળ કરવા છતાં મળી નહીં આવતા ગુમ થયાની જાણ પોલીસમાં તેમના સ્વજનોએ કરી હતી.
ગુમ થનાર કાંતિલાલ મિસ્ત્રી મધ્યમ બાંધાના, રંગે ઘઉવર્ણ, 5 ફૂટ ઉંચાઈ ધરાવતા તેમણે સફેદ કલરનો આખી બાયનો શર્ટ, ગ્રે પેન્ટ અને માથે ખાખી કલરની ટોપી પહેરેલી છે. નંબરવાળા ચશ્મા અને મગજનું ઓપરેશન કર્યું હોય જમણા કાન ઉપર પમ્પ મુકેલ છે. સાથે લાલ થેલી છે જેમાં ધાર્મિક પુસ્તકો પણ મુક્યાં છે. બીજી ઘટનામાં મિથીલાનગરીમાં રહેતી પપુભાઈ (મૂળ. ગોરખપુર, યુપી)ની પત્ની મંજુદેવી ઠાકુર (ઉ.વ. 38) ઘણાં દિવસથી કહ્યા વગર ચાલી ગઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.