તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:નવસારી ચેક રિટર્ન કેસમાં મહિલાનો નિર્દોષ છૂટકારો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોકડા આપવા છતાં ચેક પરત કર્યો ન હતો

નવસારીમાં રહેતી મહિલાએ 30 હજારનો બાંધકામ માટે સમાન ખરીદયો હતો. જેના બાકી નાણાં પેટે બે ચેક આપ્યા હતા. મહિલાએ બાકી નાણાં રોકડા આપી દીધા હતા. વેપારીએ ચેક નહીં આપી તેના ખાતામાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો, ત્યારબાદ કોર્ટમાં કેસ કર્યો હતો. કોર્ટે બચાવ પક્ષના વકીલ પરેશ વાટવેચાની દલીલોને ધ્યાને લઇને મહિલાને કોર્ટે નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો.

નવસારીમાં રહેતા હસુમતિબેન એ. પ્રસાદ બાંધકામ કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે. વર્ષ-2016મા હસુમતિબેન એ. પ્રસાદે વન્ડર સીરામિક નવસારીમાંથી રૂ. 30 હજારનો માલ ખરીદયો હતો. જે માલના બાકી બીલના નાણાં પેટે રૂ. 10 હજાર અને રૂ. 20 હજારના એવા બે ચેક હસુમતિબેન પ્રસાદે વન્ડર સીરામિકના પ્રોપરાઈટર વેલજીભાઈ ફેફરને આપ્યા હતા. વેલજીભાઈનો દીકરો રૂ. 30,000 બાકી બીલના નાણાં રોકડેથી લઈ ગયો હતો પરંતુ હસુમતિબેન પ્રસાદે આપેલા ચેક પરત કર્યા ન હતો. જે ચેકનો દુર ઉપયોગ કરી વન્ડર સીરામિકના પ્રોપાઈટરે તેના બેંક ખાતામાં વટાવવા રજૂ કરતા રિટર્ન થતા નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ હેઠળ નવસારીની કોર્ટમાં કેસ કર્યો હતો. જે કેસ નવસારીના ત્રીજા વધારાના ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે વકીલ પરેશકુમાર એમ. વાટવેચાની દલીલ અને બચાવનો પુરાવો કોર્ટે ગ્રાહ્ય રાખી હસુમતિબેન પ્રસાદને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...