તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:નમક સત્યાગ્રહના સાક્ષી દાંડીમાં 100 ટકા રસીકરણ પૂર્ણ, નવસારી જિલ્લાના 44 ગામડાઓમાં 100 ટકા રસીકરણ

નવસારી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે જિલ્લામાં રાજ્ય સરકાર વધુ 20000 ડોઝ ઉપલબ્ધ કરાવશે

નવસારી જિલ્લાની ઓળખસમા દાંડી ગામમાં 100% રસીકરણ પૂર્ણ કરતા અન્ય ગામોને પણ તેની પ્રેરણા મળી છે. નમક સત્યાગ્રહના સાક્ષી એવા દાંડીમાં ગાંધીબાપુએ ચપટી મીઠું ઉપાડીને અંગ્રેજી સલ્તનતના પાયાને લૂણો લગાડયો હતો ત્યારે ગામના લોકોએ કોરોનાના પાયા હચમચાવી નાખવા માટે સ્વયં શિસ્ત દ્વારા સો ટકા રસીકરણનું કાર્ય પૂર્ણ કર્યું છે.

નવસારી જિલ્લામાં ઉત્તરોઉત્તર રસીકરણમાં ઝડપ આવી રહી છે જેને લઇને જિલ્લો છેલ્લા ચાર દિવસથી કોરોના મુક્ત રહેવા પામ્યો છે જિલ્લામાં સૌપ્રથમ ભૂતસાડ ગામ 100% રસીકરણ કરીને અન્ય ગ્રામ્ય વિસ્તારનો પ્રેરણા આપતાં હાલમાં નવસારી જિલ્લામાં 44 ગામો 100% રસીકરણ ની સિદ્ધિ હાંસલ કરી છે જે પૈકી જલાલપુર તાલુકામાં આવેલા ત્રણ PHC એ પણ સો ટકા રસીકરણમાં સિદ્ધિ મેળવી છે.16 જાન્યુઆરી થી નવસારી જિલ્લામાં સામાન્ય લોકો માટે રસીકરણ ની શરૂઆત કરવામાં આવી હતી,તે સમયે લોકોમાં રસીકરણ ને લઈને જાગૃતિનો અભાવ હતો અને આરોગ્ય વિભાગને અભિયાન ચલાવીને લોકોને રસીકરણ અભિયાનમાં જોડવા પડ્યા હતા ત્યારે રસીકરણમાં સૌથી પાછળ ગ્રામ્ય વિસ્તારો રહ્યા હતા ત્યારે છેલ્લા ત્રણથી ચાર મહિના માં લોકોએ જાતે જ વેકસીનેશન સેન્ટર પર જઈને રસી મુકાવતા જિલ્લામાં 18 થી લઈને 60 થી વધુ ઉંમરના વ્યક્તિઓ મોટી સંખ્યામાં રસી લગાવી ચુક્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી મુજબ 18 થી ઉપરના તમામ 7 લાખ 20 હજાર લોકોએ રસી મુકાવી છે. 18 થી 45 વર્ષના 56ટકા લોકોએ રસી મુકાવી છે તો બીજો ડોઝ 36% લોકોએ મુક્યો છે. રાજ્ય સરકાર નવસારી અત્યાર સુધી 8થી લઇને 10 હજાર સુધી જ નો રસીનો ડોઝ ઉપલબ્ધ કરાવતી હતી જે વસ્તીને ધ્યાને લેતા ઓછો હતો પણ હવે રાજ્ય સરકારે કોવિશિલ્ડ રસીનો ડબલ ડોઝ ઉપલબ્ધ કરતા આવતી કાલે જિલ્લા ને 20,000 જેટલા ડોઝ ઉપલબ્ધ થશે જે બાકી રહેલા લોકો માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થશે.

જિલ્લા વેક્સિનેશન ઓફિસર સુજીત પરમારના જણાવ્યા મુજબ ગ્રામ્ય વિસ્તારમાં જાગૃતિ આવી છે અને લોકો મોટી સંખ્યામાં રોજબરોજ રસી મુકાવી ને રક્ષિત થઈ રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે પણ આવતી કાલે 20,000 જેટલા ડોઝ ઉપલબ્ધ કરાવીને રસીકરણના કાર્યક્રમને વેગ આપ્યો છે રસીકરણથી વંચિત રહેલા લોકો આવતીકાલથી વિઘ્ન વિના રસી મુકાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...