માંગણી:LPG સિલિન્ડરનો ભાવવધારો પરત ખેંચો; મહિલા કોંગ્રેસ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવસારી મહિલા કોંગ્રેસના પ્રમુખ અર્ચનાબેન સોલંકી, રૂકસનાબેન કાદરી, પ્રભા વલસાડીયા, શૈલેષ પટેલ, એ.ડી. પટેલ, જગમલ દેસાઈ સહિતની ઉપસ્થિતિમાં નવસારી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું કે હાલમાં પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા રાંધણ ગેસના સિલિન્ડર ભાવમાં રૂ. 50નો વધારો કરાયો છે. ભાજપ સરકારના રાજમાં છેલ્લા 5 વર્ષમાં દૈનિક વપરાશની ચીજવસ્તુના ભાવમાં 12 થી 101 ટકા સુધીનો વધારો કરાયો છે.

એકબાજુ ગૃહિણીઓ ઘરવપરાશની ચીજવસ્તુઓ મોંઘી બનતા ત્રસ્ત છે ત્યારે રાંધણગેસના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 244 રૂપિયા અને છેલ્લા 6 મહિનામાં 153 રૂપિયાનો વધારો કરાયો છે. ભાજપ સરકાર એકબાજુ દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહી છે ત્યારે બીજી બાજુ ભારતની જનતા મોંઘવારીનો અમૃત કાળ અનુભવી રહી છે. ભાજપ સરકારના શાસનમાં છેલ્લા એક વર્ષમાં જ રાંધણગેસના ભાવમાં 5મી વખત અસહ્ય ભાવવધારો પ્રજાના માથે ઝીંકાયો છે.

આંદોલન કરવાની ચીમકી પણ અપાઇ
રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં થયેલો કમરતોડ ભાવવધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચવામાં આવે. જો સરકાર આમ કરવામાં નિષ્ફળ નીવડશે તો અમોને ગાંધીમાર્ગે અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે. - અર્ચના સોલંકી, પ્રમુખ, નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ

અન્ય સમાચારો પણ છે...