તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:રાજ્ય સરકારે 18+ને વેક્સિનેશન આપવાનો નિર્ણય કરતા નવસારીમાં યુવાવર્ગે ઉત્સાહ બતાવી પ્રથમ ડોઝ લીધો

નવસારી9 દિવસ પહેલા
  • કોવિશિલ્ડ વેકસીનના ડોઝ મુકાયા જિલ્લામાં 20 સેન્ટર ઉપર રસી અપાતાં યુવાવર્ગે વેક્સિન સેન્ટર પર લાઇનો લગાવી

રાજ્ય સરકારે ૩૩ જિલ્લાઓમાં 18 વર્ષથી લઈ 40 વર્ષ સુધીના તમામ લોકોને વેક્સિન આપવાનો નિર્ણય લેતા નવસારી જિલ્લામાં યુવાવર્ગે રસી લેવા માટે વહેલી સવારથી ઉત્સાહ સાથે રજીસ્ટ્રેશન કરાવી કોરોનાને હરાવવાની ઝુંબેશમાં સરકારનો સાથ આપ્યો હતો. નવસારી જિલ્લામાં 20 સેન્ટર ઉપર રસી આપવાનું આરોગ્ય વિભાગે નક્કી કરતા યુવાવર્ગે વેક્સિન સેન્ટર પર લાઇનો લગાવી હતી.

નવસારીના શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો ચોવીસી અને નવસારી નગરપાલિકા હાઇસ્કુલ બે વિસ્તારોમાં વેક્સિનેશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી નવસારી જિલ્લાનો સમાવેશ 18+ વેક્સિનેશન માટે થયો ન હતો જેથી વિદેશમાં જવા માંગતા અથવા રાજ્ય બહાર જતા કામધંધા અર્થે જવા માંગતા યુવાનો સુરત જઈને વેક્સિન લેતા હતા પણ હવે જ્યારે રાજ્ય સરકારે ૩૩ જિલ્લાઓમાં 15થી વધુ યુવાનો માટે વેક્સિનની સુવિધા ઉભી કરતા પોતાના શહેરમાં સુવિધાઓ તથા યુવાનોએ કાર્યક્રમમાં ઉત્સાહ બતાવ્યો હતો.

રસીકરણ સેન્ટર
રસીકરણ સેન્ટર

નવસારી હાઇસ્કુલ ખાતે વેક્સિન લેવા આવેલા યુવાન શ્રીકાંતના જણાવ્યા મુજબ, રાજ્ય સરકારે આ નિર્ણય યોગ્ય સમયે કર્યો છે. સરકારની કોરોના હટાવવાની ઝુંબેશમાં સહકાર આપી જવાબદારીપૂર્વક વેક્સિન લીધી છે સાથે જ જે લોકો વેક્સિનથી ડરી રહ્યા છે અથવા વેક્સિન નથી લેતા તેમને પણ અમારી સલાહ છે કે, આપણા ભારતીય વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે. જેથી ભારતના વૈજ્ઞાનિકો પર વિશ્વાસ રાખી દરેક યુવા વર્ગ અને અન્ય લોકોએ વેક્સિન ફરજિયાત લેવી જોઈએ.તો ચિખલીના હોન્ડ પી.એચ.સી પર રજીસ્ટ્રેશનનું સર્વર ધીમું ચાલતાં લોકોના ટોળા ભેગા થયા હતા અને વેક્સિનેશન માટે લોકોની પડાપડી થઈ હતી. જેને લઇને અવ્યવસ્થા સર્જાઈ હતી અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું.

અન્ય સમાચારો પણ છે...