તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • With The Increase In The Size Of The Municipality In Navsari, It Is Questionable When The Vacant Posts Of Officers Will Be Filled

ખુરશી ખાલી:નવસારીમાં પાલિકાનું કદ વધતા તેની સામે અધિકારીઓના ખાલી પડેલા પદ ક્યારે ભરાશે તે અંગે પ્રશ્નાર્થ

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકામાં એક નગરપાલિકા સહિત 8 ગામોનો સમાવેશ થતા વહીવટી કામનું ભારણ વધ્યું
  • પાલિકામાં 85 મહત્વના પદ માટે અધિકારીઓની ખુરશી ખાલી

નવસારી નગરપાલિકાનું હદ વિસ્તરણ થયા બાદ વિજલપોર પાલિકા સહિત નજીકની મોટી આઠ ગ્રામપંચાયતોનો સમાવેશ કરી નવસારી-વિજલપોર નગરપાલિકાની રચના કરવામાં આવી હતી. જેને લઈ પાલિકાના વિસ્તાર અને વ્યાપનો વધારો થતાં કામગીરીમાં પણ વધારો થયો છે. ત્યારે પાલિકામાં મહત્વના ખાતાઓમાં યોગ્ય અધિકારી ન હોવાના કારણે વહીવટ ખાડે જઈ રહ્યો છે.

હવાલા આપી અંધેર વહીવટ કરવામાં આવી રહ્યો છે

નવસારી-વિજલપોર નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મોટા વિસ્તારનો તેમાં સમાવેશ થયો છે. શહેરમાં પ્રાથમિક સુવિધા પુરી પાડવા ના વચનો સાથે સત્તામાં આવેલા ભાજપના સાશકો હવે પાલિકાનો વહીવટ ચલાવવામાં ઉના ઉતરી રહ્યાં છે. 100 વર્ષથી વધુ જૂની આ નગરપાલિકાનો કારભાર મોટાભાગે હવાલામાં ચાલી રહ્યો છે. પાલિકામાં અતિ મહત્વના કહી શકાય તેવા પદ મ્યુનિસિપલ એન્જિનીયર, ફાયર સુપરિટેન્ડન્ટ, વોટર વર્ક્સ ઈજનેર, વેરા અધિકારી, લાઈટ ઇન્સ્પેકટર, આરોગ્ય અધિકારી, બિલ્ડીંગ ઇન્સ્પેકટર ઘણા લાંબા સમયથી ખાલી પડ્યા છે.ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોવાના આક્ષેપ યોગ્ય લાયકાત ન ધરાવતા બિન કાર્યક્ષમ કર્મચારીઓ ને હવાલા આપી અંધેર વહીવટ કરવામાં આવી રહ્યો છે. જેને લઈ યોગ્ય રીતે વિકાસ કર્યો થઈ શકતા નથી. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાના સત્તાધીશો પોતાના મળતીયાઓને મત્વના પદો ઉપર ગોઠવી ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.

પાલિકાનો વહીવટ વિકાસ કાર્યો માટે અવરોધક બન્યો

પાલિકામાં ઘણા લાંબા સમયથી મહત્વના પદો ઉપર અધિકારીઓની નિમણૂક થઈ નથી. તે બાબત ખુદ સત્તાધીશો પણ સ્વીકારી રહ્યાં છે. અને સરકાર પાસે અધિકારીઓની ભરતી કરવા માટે તાંત્રિક મંજૂરી માંગી હોવાનો રાગ આલાપી રહ્યાં છે. 85 જેટલા મહત્વના કર્મચારીઓ અધિકારીઓઓની ભરતી પ્રક્રિયા વિલંબ માં પડી હોવા છતાં સત્તાધીશો આગતરું આયોજન કરી રહ્યા હોવાનો દાવો કરી રહ્યાં છે. હવાલામાં ચાલતો પાલિકાનો વહીવટ વિકાસ કાર્યો માટે અવરોધક બન્યો છે. ત્યારે પાલિકા સત્તાધીશોના દાવા મુજબ ટુંક સમયમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. પરંતુ ત્યાં સુધી યોગ્ય લાયકાત ન ધરાવતા અધિકારી કર્મચારીઓ કેટલી કાર્યદક્ષતા દાખવી શકશે તે હવે જોવું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...