તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:સાસરિયાએ રાખવાની ના પાડતા સગર્ભા મહિલા અભયમના સહારે

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાઉન્સેલીંગ કરાતા મહિલાનું લગ્ન જીવન તૂટતા બચ્યું

નવસારીના ગણદેવી તાલુકાના એક ગામમાં રહેતી સગર્ભા પરિણીતાંને તેના સાસરિયા પક્ષે રાખવાની ના પાડતા પરિણીતાએ અભયમની મદદ લીધી અને તેમના કાઉસેન્લરોએ આવી તમામનું કાઉન્સેલિંગ કરતા પરિણીતાંનું લગ્નજીવન તૂટતા બચી ગયું હતું. મળતી માહિતી મુજબ અભયમ હેલ્પલાઈનમાં ફોન કરી ગણદેવી તાલુકાના એક ગામમાં રહેતી મહિલાએ જણાવેલું કે મારા લગ્નને 4 મહિના થયા છે અને 3 મહિનાની સગર્ભા છે, તેણે પ્રેમલગ્ન કર્યા છે. તેણીનો પતિ 4 દિવસથી તાવ આવવા છતાં તેમને દવાખાને લઈ જતા નથી.

તેમની નણંદ ઘરે આવે તો મેણાંટોણા મારે છે, સાસુ નણંદ જેમ કહે તેમ જ કરે છે. તેણી સારવાર અર્થે પિયર ગઈ હતી પરંતુ સાસરીયાઓ તબિયત અંગે પૂછતા નથી એવી 181 અભયમ હેલ્પલાઈનને પોતાની વ્યથા જણાવી હતી. જેથી અભયમની ટીમ તેણીના સાસરીયાને સમજાવેલું કે હાલ પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે અને તમારી વહુ સગર્ભા છે તો તેની કાળજી લેવી તમારી ફરજ બને છે. તેણીના પતિને પણ સમજાવેલું કે તમારે જોબ પરથી રજા નહીં મળતી હોય તો ઘરના વ્યક્તિને જણાવવું જોઈએ કે જેથી તેઓ સારવાર માટે લઈ જાય. હજુ લગ્નને 4 મહિના થયા છે ત્યાં છૂટા થવાનો નિર્ણય લો છે પરંતુ તેનો નિર્ણય છુટા થવાનો નથી પરંતુ બંને સમજીને જીવન જીવવું જોઈએ. આમ બંને પક્ષને સમજાવી સુખદ સમાધાન કરાવ્યું હતું. જેથી મહિલાના માતા-પિતાએ 181 અભયમ ટીમનો આભાર માન્યો હતો.

સાસરીયાઓને અભયમની ટીમે સમજાવ્યા
ગણદેવી તાલુકાની પરિણીતાંએ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદ માંગવામાં આવેલી કે સાસરીવાળા રાખવાની ના પાડે છે. તેણી 3 મહિનાના સગર્ભા છે અને પતિ રાખવાની ના પાડે છે. જેને પગલે મહિલાના સાસરીવાળા અને પતિને રાખવા માટે સમજાવ્યા હતા. 4 મહિનાનો જ લગ્નગાળો હતો. પરિણીતાની સમસ્યાનો અભયમ દ્વારા સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું. > કૃપાલી પટેલ, કાઉન્સેલિંગ કરનાર, અભયમ

અન્ય સમાચારો પણ છે...