• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • With The Election Of Wada Gram Panchayat Of Navsari, The Candidates Intensified Their Last Minute Campaign, Expecting The Villagers To Digitalize The Village And Connect It With The City.

ગ્રામ પંચાયત ચૂંટણી જંગ:નવસારીના વાડા ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ છેલ્લી ઘડીના પ્રચારનો ધમધમાટ તેજ, ગામને ડીજીટલ કરવા અને શહેર સાથે જોડવાની અપેક્ષા

નવસારીએક મહિનો પહેલા
  • સરપંચ કુશળતાપૂર્વક કરે તેવી આશા અને અપેક્ષા ગામના મતદારો રાખી રહ્યા છે
  • વાડાગામની કુલ વસ્તી 1300 જેટલી જે પૈકી એક હજાર મતદારો

રાજ્યમાં આગામી 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ ચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે. દરેક ઉમેદવાર મતદારોને આકર્ષવા માટે હાલમાં પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે, ત્યારે નવસારી જિલ્લાના વાડા ગામમાં પણ ગ્રામ પંચાયતીન ચૂંટણી યોજાવાની છે. અહીં બે ઉમેદવારો મેદાનમાં છે જે પૈકી કોંગ્રેસ અને ભાજપ પ્રેરિત પેનલે ગામમાં પ્રચાર અભિયાન હાથ ધર્યું છે.

ગામનો મુખ્ય વ્યવસાય ખેતી

વાડાગામની કુલ વસ્તી 1300 જેટલી છે. જે પૈકી એક હજાર મતદારો નોંધાયેલા છે. ગામમાં સૌથી વધુ સંખ્યા કોળી સમાજની છે. ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામમાં પરિવહન ક્ષેત્રે મોટો બદલાવ આવે અને ગામને સીટી સાથે જોડતી બસ સેવા શરૂ થાય તેવી ગામલોકોએ માંગ કરી છે. ગામની મહિલા અને પુરુષો એક સૂરે આ માંગ કરી રહ્યા છે. સાથે જ સોલર પાવરથી સ્ટ્રીટ લાઈટ સળગે તેવું સપનું ગામે સેવ્યું છે.

અધુરા કામો સરપંચ પુરા કરે તેવી માંગ

સરપંચ શિક્ષિત હોવો જ જોઈએ તેને લઈને પણ ગામમાં એક મત જોવા મળી રહ્યો છે. ગામના હળપતિવાસમાં બાકી રહેલા કામો પૈકી બ્લોક પેવિંગ, આવાસ, ડ્રેનેજ અને ખેતીવાડી તરફ લઈ જતા પાકા રસ્તાઓનું કામ હવે પછીના સરપંચના ભાગે આવશે, ત્યારે આ બધા બાકી કામો સરપંચ કુશળતાપૂર્વક કરે તેવી આશા અને અપેક્ષા ગામના મતદારો રાખી રહ્યા છે.

છેલ્લી ઘડીએ પ્રચાર પ્રસાર તેજ

વાડા ગામમાં કુલ આઠ વોર્ડ પૈકી ચાર પેનલના સભ્યો બિનહરીફ જાહેર થયા છે. હાલમાં તમામ વોર્ડના ઉમેદવારો અને સરપંચ ઉમેદવારો છેલ્લી ઘડીના પ્રચાર અભિયાનમાં કોઈ કચાસ બાકી રાખવા માંગતા નથી અને પોતાના ચૂંટણી ઢંઢેરો ઘર સુધી લોકોને પહોંચાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...