• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • With Just A Month And A Half To Go Before The End Of The Financial Year, There Are Still 11 Crore Tax Arrears Of 50,000 Properties.

નવસારી-પાલિકાનું વર્ષ 2021-22નું વેરા માંગણું:નાણાંકીય વર્ષ પૂરું થવાને માંડ દોઢ મહિનો બાકી છે ત્યારે હજુ પણ 50000 મિલકતની 11 કરોડ વેરા વસૂલાત બાકી

નવસારી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાનું 1.25 લાખ મિલકતનું વેરા માગણુ 23.34 કરોડ છે, સામે હાલ સુધીમાં 12.57 કરોડની વસૂલાત જ આવી છે

નાણાંકીય વર્ષ 2021-22 પૂરું થવાને માંડ દોઢ મહિનો બાકી રહ્યો છે પણ હજુ નવસારી વિજલપોર પાલિકાની અંદાજે 50 હજાર મિલકતોની 11 કરોડ રૂપિયાની વેરા વસૂલાત બાકી છે. નવસારી પાલિકાનો હદ વિસ્તાર 22 જૂન 2020માં કરી વિજલપોર અને નજીકના 8 ગામ ભેળવી નવી નવસારી વિજલપોર નગરપાલિકા બનાવાઈ હતી. જોકે પ્રથમ વર્ષ 2020-21માં 8 ગામડાના વેરા પાલિકાની જેમાં એરિયા બેઇઝ વધારાયા ન હતા, ચાલુ સાલથી વેરા વધારો પાલિકામાં જોડાયેલ ગામડા તથા નવસારી, વિજલપોરમાં પણ કરાયો છે.

જોકે હાલ ફેબ્રુઆરી મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને નાણાંકીય વર્ષ 2021-22 પૂરું થવાને માંડ દોઢ જ મહિનો બાકી રહ્યો છે ત્યારે વેરા વસૂલાત હજુ ઘણી બાકી છે. પાલિકામાંથી મળતી માહિતી મુજબ નવસારી વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં આવેલી તમામ પ્રકારની અંદાજે 1.25 લાખ મિલકતોનું કુલ વેરા માગણુ 23.34 કરોડ રૂપિયા છે,જેમાંથી હાલ સુધીમાં 12.57 કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો 53.85 ટકા વસૂલાત થઈ છે. હજુ અંદાજે 50 હજાર જેટલી મિલકતોની 11 કરોડ રૂપિયાની વેરા વસૂલાત બાકી છે.

વિજલપોર અને ગ્રામ્ય વિસ્તારમાં હજુ વસૂલાત ઓછી
નવસારી-વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારના તમામ વિસ્તારમાં વેરા વસૂલાત એકસરખી નથી. વિજલપોર વિસ્તાર અને પાલિકામાં પાછળથી જોડાયેલા 8 ગામના વિસ્તારોમાં હજુ સુધી વસૂલાત ઓછી છે. ગામડાઓમાં તો પાલિકાએ સુવિધા હજુ પૂરતી ન વધારી વેરો વધારી દેતા નારાજગી પણ છે. વિજલપોર ઉદ્યોગનગરના એકમોમાં પણ નારાજગી છે. સામે જૂના નવસારી પાલિકા વિસ્તારમાં વસૂલાત ઠીક ઠીક છે.

માત્ર 40 ટકા વસૂલાતની પણ ચર્ચા
જ્યાં એક તરફ નગરપાલિકા 53 ટકાથી વધુ વસૂલાત થઈ ગયાનું કહીં રહી છે ત્યાં પાલિકા સાથે સંકળાયેલ કેટલાક સૂત્રો વસૂલાત 40 ટકાની આસપાસ જ સમગ્રત: થઈ હોવાનું જણાવી રહ્યાં છે, કારણ કે વિજલપોર અને ગામડાઓમાં વસૂલાત ખુબ ઓછી છે.

બાકી વસૂલાત માટે વોર્ડવાઈઝ ટીમ બનાવાઇ
નવસારી-વિજલપોર નગરપાલિકામાં હાલ સુધીમાં 53.83 ટકાની વેરાવસૂલાત થઈ ગઈ છે. જે વસૂલાત બાકી છે તે કરવા માટે નગરપાલિકાએ વોર્ડવાઈઝ ટીમો બનાવી છે અને આગામી દિવસોમાં વસૂલાત કરવામાં આવશે. > જે.યુ.વસાવા, સીઓ, નવસારી-વિજલપોર પાલિકા

​​​​​​​વેરાના અનેક વિવાદ ઉભા થયા છે
ચાલુ સાલ વેરાના અનેક વિવાદ ઉભા થયા છે. વેરા વધારાની જે પ્રક્રિયા કરાઈ છે તે ધારાધોરણ મુજબ કરાઈ નહીં હોવાનું જણાવી પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓમાં અરજી થઈ છે. શહેરની અનેક સોસાયટીઓએ વેરો ખોટી રીતે વધારાયો હોવાની ફરિયાદ પાલિકામાં કરી છે અને હજુ કરી રહીં છે. પાલિકામાં જોડાયેલ નવા વિસ્તારોમાં અનેક મિલકતોમાં ખોટી આકારણી થયાની પણ ફરિયાદ છે, કેટલાયમાં સુધારાઈ પણ છે.

અન્ય સમાચારો પણ છે...