ભાજપનો પ્રચંડ પ્રચાર:ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહેતા જ સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા, જે.પી.નડ્ડાએ નવસારીમાં સભા સંબોધી

નવસારી3 મહિનો પહેલા

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ થયો છે જેના ભાગરૂપે રાષ્ટ્રીય કક્ષાના સેલિબ્રિટીઓનો રાજકીય પ્રવાસ શરૂ થયો છે. નવસારી 175 વિધાનસભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા બી.આર ફાર્મ ખાતે ઉપસ્થિત રહીને ઉત્સાહ વધારતું ભાષણ કરવા સાથે ભાજપનાં ઉમેદવાર રાકેશ દેસાઈનો પ્રચાર કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઉપલબ્ધિઓ ગણાવીને પ્રમુખ નડ્ડાએ પોતાના ઉદબોધનની શરૂઆત કરી હતી, સમગ્ર દેશમાં દરેક રાજ્યોમાં આદર્શ મોડલની ચર્ચા થાય છે ત્યારે ગુજરાતીમાં મોખરે હોય છે, ત્યારે ગુજરાતની જનતા હમેશા ભાજપની પડખે રહી છે અને આવનારી ચૂંટણીમાં પણ ભાજપના જ ઉમેદવારને જંગી લીડથી જીત બનાવશે તેઓ આશાવાદ પણ તેમણે પોતાના ઉદબોધનમાં સેવ્યો હતો, નડ્ડા નવસારી આવ્યા બાદ અંકલેશ્વર અને રાજકોટમાં સભા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.

નવસારીની ચાર બેઠકોમાં મહારાષ્ટ્રના કેબિનેટ મિનિસ્ટર અને ધારાસભ્યોની ફોજ ઉતરી
નવસારી,જલાલપુર,ગણદેવી અને વાંસદા બેઠકમાં પ્રચંડ પ્રચાર કરવા માટે મહારાષ્ટ્રના ધારાસભ્યો સહિત કેબિનેટ મિસ્ટરની ફોજ ઉતારવામાં આવી છે જેમાં તેઓ અલગ અલગ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જઈને ઉમેદવારોનો પ્રચાર કરશે,

અન્ય સમાચારો પણ છે...