તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જિલ્લામાં વધુ 48 કેસ સાથે 13 દિવસમાં 298 પોઝિટિવ, 3 સગીર પણ ઝપેટમાં

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સારવાર લઇ રહેલા 20 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી

નવસારી જિલ્લામાં કોરોનાના કેસ તેનો જ રોજનો રેકોર્ડ અવિરત તોડી રહ્યો છે. જેમાં સોમવારે વધુ 48 કેસો નવા આવતા કુલ કોરોના કેસોનો આંક 2006 થયો છે. આજે સારવાર લેતા 20 દર્દીઓને રજા આપવામાં આવતા કોરોનાને માત આપનારની સંખ્યા પણ વધી 1668 થવા પામી છે. નવસારીમાં છેલ્લા 13 દિવસોમાં કોરોનાના કેસો 298 નોંધાયા છે. જેમાં હજુ કોઈનું સારવાર દરમ્યાન મોત ન થયાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. એક્ટિવ કેસોની સંખ્યા 237 છે.

કોરોનાના કેસોમાં વધુ 48 કેસનો વધારો થતા કુલ કોરોનાનો આંક 2006 થયો છે. જેમાં નવસારીમાં 21, જલાલપોરમાં 9 ,ગણદેવીમાં 7, ખેરગામ 6 અને વાંસદામાં પણ 5 કેસો નવા આવતા આરોગ્ય વિભાગ દ્વારા સારવાર માટે અને તેમના સંપર્કમાં આવનાર લોકોના સેમ્પલ લેવાની કાર્યવાહી શરૂ કરી હોવાની માહિતી મળી છે.

નવસારીમાં આજે પોઝીટીવ આવનારા દર્દીઓમાં 15થી 17 વયના 3 દર્દીઓ પણ કોરોના પોઝીટિવ આવ્યા હતા. નવસારીમાં હમણાં સુધીમાં 1,85,318 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 1,80,983 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. સોમવારે 20 દર્દીઓ કોરોનામાં સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. જયારે હમણાં સુધીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1668 થવા પામી છે. આજે પણ કોરોનાના દર્દીનું સારવાર બાદ મોત ન થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. નવસારીમાં આજે વધુ 2328 સેમ્પલ લેવામાં આવ્યા હતા. એક્ટિવ કેસોની સંખ્યા 237 નોંધાઈ હતી. આગામી દિવસોમાં પણ કોરોના સંક્રમણ ઘટે અને દર્દીઓને પૂરતી સારવાર મળે તેવા પ્રયાસ તંત્ર દ્વારા કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો