તાપમાન:નવસારીમાં 9.2 કિમી ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પવનનું જોર વધ્યું છે. શનિવારે 9.2 કિમી પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાયો હતો, જેને લીધે દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. શનિવારે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી રહ્યું હતું. જયારે મહત્તમ તાપમાન 31.૩ ડિગ્રી રહ્યું હતું. જયારે પવનની ગતિ પ્રતિ કલાકે 9.2 કિમીની રહી હતી. જયારે વાતાવારણમાં ભેજનું પ્રમાણ સવારે 65 ટકા અને બપોરે તેમાં ઘટાડો થતા 42 ટકા નોંધાયું હતું. નવસારીમાં ત્રણ દિવસમાં પવનની ગતિમાં વધારો થયો હતો. ઉત્તર અને પૂર્વ દિશાએથી પવન ફૂંકાતા ઠંડીનો પારો બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમા પવનની ગતિ અનુક્રમે ગુરુવારે 4.7 કિમી અને શુક્રવારે 7.4 કિમી અને શનિવારે 9.2 પ્રતિ કલાકે રહી હતી.

અન્ય સમાચારો પણ છે...