લોકો પરેશાન:વિજલપોરમાં ફ્લાય ઓવરનું કામ નવા વર્ષમાં શરૂ થશે?, ખાતમુહૂર્ત થયાને 11 વર્ષે પણ સ્થિતિ જૈસે થે

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક સમસ્યાથી હજારો લોકો પરેશાન

નવસારીમાં વિજલપોર સ્થિત ફાટક ઉપર ફ્લાઇઓવરનું કામ શરૂ નહીં થતાં વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે. હવે દિવાળી બાદ નવા વર્ષમાં આ ફ્લાયઓવરનું કામ શરૂ થાય તેવી લોકો આશા રાખી રહ્યા છે. જો ફ્લાયઓવર બની જાય તો ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત થશે.જિલ્લાના અન્ય રેલવે ફ્લાયઓવરની જેમ વિજલપોર ફાટક ઉપર પણ ફ્લાયઓવર 11 વર્ષ અગાઉ જ મંજુર થયો હતો.

જોકે હજુ સુધી બ્રિજનું કામ શરૂ થયું નથી. જાન્યુઆરીમાં ખાતમુહૂર્ત પણ થઈ ગયું પણ સ્થળ ઉપર કામ ઝીરો છે. જેને લઈને ફાટકની માથાકૂટમાં રોજ હજારો વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. હવે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે રેલવેબ્રિજનું કામ શરૂ થઈ ઝડપથી પૂર્ણ થાય તેવી આશા લોકો રાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...