વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ:ડાયરીના અંતિમ પેજનું ઘૂંટાતું રહસ્ય; માતાએ પોલીસને પૂછ્યું - મારી દીકરીની ડાયરી વડોદરાની સંસ્થાના સભ્યોને વાંચવા કેમ આપી?

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીડિતાની માતા - Divya Bhaskar
પીડિતાની માતા

નવસારીની યુવતી ઉપર દુષ્કર્મ થયા બાદ તેની માતાએ આપઘાત કરવા પહેલા પોતાની જાનને ખતરો છે. તેવો મેસેજ મોકલ્યો છતાં પોલીસ મર્ડર થયું હોવાનું માની રહી નથી.હાલ પોલીસે અપમૃત્યુ કેસની જ નોંધ લઇ તપાસ કરી રહી છે.પીડિતાની માતાએ દીકરીને ન્યાય આપવા અપીલ કરી છે ત્યારે પોલીસને પીડિતાની ડાયરીનુ ગુમ થયેલ અંતિમ પાનું એક મિત્રના મોબાઇલમાંથી મળી આવતા ટૂંક સમયમાં યુવતીના મૃત્યુનો ભેદ ખોલે તેમ લાગી રહ્યું છે.

સુરતથી ટ્રેનમાં પરત આવતી વેળાએ કોઈ તેનો પીછો કરે છે તેવો મેસેજ યુવતીએ સંસ્થાના મિત્રોને રાત્રિના સમયે કર્યો હતો, તે પણ કોઈ વાંચતુ નથી.બીજા દિવસે મિત્રો જ્યારે આ મેસેજ વાંચે છે ત્યારે આ યુવતી વલસાડ ખાતે ઉભી રહેલ ટ્રેનમાં ફાસો ખાધેલ હાલતમાં મળી હતી. આ બાબતે પીડિતાની માતાએ તેમની દીકરીના ખૂન થયાની આશંકા વ્યક્ત કરી હતી. પીડિતાની ડાયરીમાંથી છેલ્લા પેજ પરનું રહસ્ય ટૂંક સમયમાં બધાની સામે આવશે તેમ લાગી રહ્યું છે. પોલીસની 25 ટીમ 17 દિવસ થયા છતાં આરોપીને પકડી શકી નથી.

પોલીસ હજુ પણ આત્મહત્યાની થિયરી પર જ કામ કરી રહી છે. 17 દિવસે પોલીસે હજુ આત્મહત્યાની થિયરી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરતા પીડિતાની માતાએ પોતાની દીકરીનું મર્ડર થયાની આશંકા વ્યક્ત કરી હતી. પીડિતાની માતાએ યુવતીએ ટ્રેનમાં સુરતથી નવસારી આવતી વેળાએ તેનો કોઈ પીછો કરે છે. તેની જાન ખતરામાં છે. તેવો મેસેજ કર્યો હોવા છતાં કોઈ રિપ્લાય આવ્યો નહોતો.

સંસ્થાના લોકો બચાવનો રસ્તો શોધશે
તા.5 નવેમ્બરના રોજ પીડિતાના ઘરે સાંત્વના આપવા આવેલ વડોદરાની સંસ્થાના મેહુલ અને પલ્લવી નામના કાર્યકરો આવ્યા હતા.વલસાડ રેલવે પોલીસ પણ આવતા પહેલા તેઓ ગભરાઈ ગયા હતા.પોલીસની સાથે કાર્યકરોએ ઘરની બહાર જઈને વાત કરી હતી. ત્યારબાદ તેમની દીકરીની ડાયરી વડોદરાની સંસ્થાના કાર્યકરોને વાંચવા પણ તેમને આપી હતી, પણ પરિવારને ડાયરી વાંચવા આપી ન હતી. ડાયરીમાં વાંચીને સંસ્થાના લોકોએ બચાવ માટેનો રસ્તો શોધ્યો હશે.-પીડિતાની માતા

ડાયરીનું અંતિમ પેજ રહસ્ય ખોલશે?
પીડિતાની માતાએ પોલીસની આત્મહત્યાની થિયરી બાબતે શંકા કરતા છેલ્લે પીડિતાએ તેનો પીછો થતો હોવાની વાત કરી જાન ખતરામાં છે.તેવા મેસેજ સ્ક્રીન શોટ આપવા છતાં પોલીસ આત્મહત્યાની થિયરી ઉપર તપાસ કરી રહી છે. પોલીસને હવે તપાસમાં પીડિતાની ડાયરીનું અંતિમ પેજ એક મિત્ર પાસેથી મળતા તેને તપાસ માટે એફએસએલમા મોકલ્યું છે. આ પેજ જ રહસ્ય પરથી પડદો ખોલશે તેમ હાલ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...