નવસારી જિલ્લામાં હાઈટેન્શન લાઈન 45થી વધુ ગામોમાંથી પસાર થનારી હોય જે તે ગામોનાખેડૂતો, અસરગ્રસ્તો ફફડી ઉઠ્યાં છે. સરકારનો765 કે.વી. અને 400 કે.વી.ની હાઈટેન્શન લાઈનોસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની ટ્રાન્સમિશન લાઈનો નવસારી જિલ્લામાંથી પણ પસાર થનાર છે. લાઈનો ગામો, નગરોની વચ્ચેથી, ઉપરથી અને આસપાસથી પસાર થનાર હોય જે-તે ગામોનાઅસરગ્રસ્તોમાં ચિંતા વ્યાપી છે. મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાનાકુલ 45થી વધુ ગામોમાંથી આ હાઈટેન્શન લાઈન પસાર થનાર છે.
મોટાભાગના ગામોજલાલપોર અને ગણદેવી તાલુકાના જ છે અનેક ગામોમાંથી 765 કે.વી. અને 400 કે.વી. બન્ને પ્રકારની લાઈનોપસાર થનારીછે. કેટલાક ગામોમાં તો વિરોધ શરૂ પણ થઈ ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારત સરકારના સાહસ પાવરગ્રીડેઆ કામ હાથમાં લીધુછે.
લોકોમાં એક ચિંતા જમીન સંપાદન કેટલું કરાશે અને કરાશે તો વળતર કેટલુઅપાશે તે લઈને પણ છે. સરકારે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદનનાસારા નાણાં આપ્યા છે. હજુસંપાદનની અને વળતરની સ્થિતિ સ્પષ્ટ થઈ નથી.
બે શહેરમાંથી પણ પસાર થશે
બન્ને પ્રકારની હાઈટેન્શન લાઈનો માત્ર ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થનારી નથી પરંતુ શહેરોમાંથી પણ જનાર છે. જેમાં નવસારીના જલાલપોર વિસ્તાર તથા બીલીમોરામાંથી પણ જશે. જોકે ચોક્કસ જગ્યા જાણી શકાઇ નથી.
વિરોધને લઈ આજથી ગ્રામસભા બોલાવી
જલાલપોર તાલુકાના ભુતસાડ, મંદિર, અબ્રામા, સરાવ, ખરસાડ જેવા ગામોમાં લાઈન નાંખવા મુદ્દે ઉગ્ર વિરોધ થતા નવસારીનાપ્રાંત અધિકારીએ ઉક્ત ગામોમાં 5મીથી ગ્રામસભા પણ ઉક્ત ગામોમાં ક્રમશ: બોલાવી છે. તેમાં ઉગ્ર વિરોધ થવાની શક્યતા છે.
દેશના વિકાસ માટે જમીન આપીએ પણ..
અમને દેશના વિકાસ માટે જમીન આપવાનો વાંધો નથી પરંતુ ખેડૂતોને જમીન સંપાદન કરી બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવેનીજેમ યોગ્ય વળતર મળવું જોઈએ. અમે કલેકટરનેપણ આમ જણાવી દીધું છે.> દક્ષય આહિર, ઉપસરપંચ, ભૂતસાડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.