યુવકોની શોધખોળ જારી:જલાલપોરના મછાડ ગામમાં ઝીંગા તળાવ ઉપર કામ કરતી વખતે અચાનક પાણીનો પ્રવાહ વધી જતા બે યુવકો તણાયા

નવસારી3 મહિનો પહેલા
  • વહીવટી તંત્રએ લોકોને નીચાણવાળા વિસ્તારથી તેમજ નદી-નાળાથી દૂર રહેવાની સૂચના આપી

નવસારી જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની અનેક નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે જલાલપોર તાલુકામાં આવેલા મછાડ ગામમાં ઝીંગાના તળાવ પર ગયેલા બે યુવકો પાણીના પ્રવાહમાં તણાયા હતા. ઝીંગા તળાવ ઉપર કામ કરતી વખતે પાણીનો પ્રવાહ અચાનક વધી જતા બે યુવકો પાણીના પ્રવાહમાં તણાઈ જતા લાપતા બન્યા છે. ઘટનાની જાણ સરપંચ અને અન્ય લોકોને થતા યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

તંત્રએ સૂચના આપી હોવા છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે
જિલ્લામાં હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લા વહીવટી તંત્રએ પણ તમામ લોકોને નીચાણવાળા વિસ્તારથી તેમજ નદી-નાળાથી દૂર રહેવા માટે સૂચના આપી છે. છતાં પણ કેટલાક લોકો બેદરકારી રાખવીને પાણીની નજીક જતા હોય છે જેમાં કોઈક વાર અકસ્માત સર્જતો હોય છે. હાલમાં તમામ નદી-નાળાઓ પાણીથી છલકાઈ રહ્યા છે. ત્યારે મછાડ ગામમાં પણ પાણીમાં એકાએક વધારો થતાં ઝીંગા તળાવમાં કામ કરી રહેલા બે મજૂરો તણાયા હતા. જે ઘટનાની જાણ થતા ગ્રામજનો સહિતના લોકોએ આ યુવકોની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...