માગ:નવસારીમાં બિરસા મુંડા સર્કલ પાસે પ્રતિમા ક્યારે મુકાશે ?

નવસારી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વ આદિવાસી દિવસે સર્કલનું ખાતમુહૂર્ત -મૂર્તિ સ્થાપના થઇ જશે એવી પ્રમુખની બાંહેધરી

નવસારીમાં 9મી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થનાર છે. જેની તૈયારી હાલમાં જિલ્લામાં આદિવાસી સમાજ દ્વારા કરાઈ રહી છે. નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં પણ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મુકવાની માગ નવસારી આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી. જેના માટે સર્કલની પસંદગી થઈ પણ પ્રતિમા બાબતે હજુ કોઈ જાહેરાત નહીં થતા ક્યારે પ્રતિમા મુકાશે એની ઉત્કંઠા નવસારી આદિવાસી સમાજમાં થઇ રહી છે.

નવસારી-વિજલપોર શહેર વિસ્તારમાં આદિવાસી સમાજની વસતીનું પ્રમાણ વધુ છે. છેલ્લા 5 વર્ષથી નવસારીમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા બાબતે નવસારી આદિવાસી સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. આ બાબતે ચાલુ વર્ષે પાલિકા પ્રમુખ જીગીશ શાહ અને ચીફ ઓફિસર દ્વારા પ્રતિમા બાબતે ભાવ મંગાવાની કાર્યવાહી બાદ ટેન્ડર પણ પાસ થયા અને કાલિયાવાડી પ્રાંત ઓફિસ પાસે સર્કલ ઉપર આ વિશ્વ આદિવાસી દિવસે કે તે પહેલા પ્રતિમા મુકવાની જાહેરાત પણ તાજેતરમાં પ્રમુખે કરી હતી.

હવે થોડા દિવસો જ બાકી હોય નવસારી આદિવાસી સમાજમાં પ્રતિમા ક્યારે મુકાશે તેની ચર્ચા પણ ચાલી રહી છે. પાલિકાના વોર્ડ નંબર-13ના નગરસેવક વિજય રાઠોડે જણાવ્યું કે વિશ્વ આદિવાસી દિવસ પહેલા મૂર્તિ આવી જશે અને સ્થાપના પણ થઈ જશે તેમ દઢ વિશ્વાસ સાથે જણાવ્યું હતું.

વિશ્વ આદિવાસી દિવસે પ્રતિમા અથવા સર્કલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
ભગવાન બિરસા મુંડાની પ્રતિમા બાબતે ની કાર્યવાહી થઈ ગઇ છે. પ્રતિમા જયપુર રાજસ્થાનમાં બની રહી હોય ચીફ ઓફિસર પણ સતત સંપર્કમાં છે. 9 તારીખ પહેલા આવી જાય તેવી ગણતરી છે. જો નહીં આવે તો સર્કલનું ખાતમુહૂર્ત કરાશે. - જીગીશ શાહ, પ્રમુખ, નવસારી-વિજલપોર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...