ચૂંટણી વિશેષ:જ્યારે નવસારીના લોકોના મત મેળવી મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યાં હતા

નવસારી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કટોકટી બાદ દેસાઇએ 1977માં શહેરમાં જંગી જાહેરસભા પણ સંબોધી હતી

કટોકટી બાદ થયેલ ચૂંટણી વેળાએ મોરારજી દેસાઈ ઉમેદવાર તરીકે પોતાનો પ્રચાર કરવા નવસારી આવ્યા ત્યારે જંગી મેદની નાગતલાવડી વિસ્તારમાં ભેગી થઈ હતી. ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. બાદમાં 1977ના અરસામાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ હતી.

મોરારજી દેસાઈ નવસારી આવ્યા હતા
આ ચૂંટણીમાં મોરારજી દેસાઈ નવસારીને સમાવતી સુરત લોકસભાની બેઠક ઉપર સંસ્થા કોંગ્રેસ, જનસંઘ મળી બનેલ જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા હતા. ઉક્ત ચૂંટણી પ્રચાર માટે ખુદ ઉમેદવાર મોરારજી દેસાઈ નવસારી આવ્યા હતા અને તેમની સાંઢકૂવા નજીકના નાગતલાવડીમાં જાહેર સભા થઈ હતી.

મોરારજીભાઈ વડાપ્રધાન પણ પહેલી બિનકોંગ્રેસી સરકારમાં બન્યાં
​​​​​​​અહીં જંગી મેદની જમા થઈ હતી. જેમાં દેસાઈને સાંભળવા ઠેર ઠેરથી લોકો આવ્યા હતા. જનતા પાર્ટીના સ્થાનિક વરિષ્ઠ અગ્રણીઓ ઉપરાંત યુવા અગ્રણીઓ વેણીલાલ રાણા, વિરેન્દ્ર દેસાઈ વગેરે પણ આયોજનમાં અગ્રેસર રહ્યાં હતા. અહીં ઉલ્લેખનીય છે કે 1977ની ચૂંટણીમાં નવસારીના મતદારોના મત મેળવી વિજેતા બની જ મોરારજીભાઈ વડાપ્રધાન પણ પહેલી બિનકોંગ્રેસી સરકારમાં બન્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...