તંત્ર નિદ્રાંધિન:વાંસદામાં કાયમી મામલતદાર-TDO કયારે ?

ઉનાઇએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા. પં. સત્તાધારી પક્ષના કબ્જામાં હોવા છતાં કાયમી ટીડીઓની નિમણૂંક કરાતી નથી

વાંસદા તાલુકામાં 95 ગામના અનેક વિકાસકીય કામો વાંસદા TDO દ્વારા કરાતા હોય છે. જેથી અનેક ગામોના સરપંચો તેમજ તલાટી ગામના વિકાસના કામો માટે તાલુકા મથકે આવતા હોય છે. આવનાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તાલુકા મથકે આવક-જાતિના દાખલાઓ માટે આવતા હોય છે તેમજ વિદ્યાર્થીઓએ તાલુકા મથકે દાખલાઓ કઢાવવા આવતા હોય છે. જોકે તાલુકા વિકાસ અધિકારીની કાયમી નિમણુક કરવામાં નહીં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

સ્થાનિક વાંસદાના ભાજપના આગેવાનોની રજૂઆતો છતાં નિરાકરણ થઈ શકતું નથી. જેથી ભાજપ દ્વારા વિકાસની વાતો વચ્ચે તાલુકા વિકાસ અધિકારી જ કાયમી નહીં હોય જેથી તાલુકાની પ્રજાના મનમાં અનેક સવાલો ઉદભવી રહ્યા છે.ભાજપી આગેવાનો ટીડીઓ અને મામલતદારની નિમણુક કરાવવામાં વામણા પુરવાર થઇ રહ્યા છે. અહીંની આદિવાસી પ્રજાને તાલુકાના અને કચેરીના કામો બાબતે ધરમ ધક્કા ખાવાનો વારો આવી રહ્યો હોય આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ કરે એવી લોકમાંગ છે.

મુશ્કેલીનું સમાધાન નહીં કરાય તો ધરણા પ્રદર્શન કરાશે
તાલુકા પંચાયતમાં ભાજપ બિરાજમાન હોય સત્તા પક્ષના આગેવાનો કાયમી ટીડીઓ તેમજ મામલતદારની નિમણૂક બાબતે ઉદાસીન વલણ અપનાવી રહ્યું છે. વિકાસની વાતો કરનારી ભાજપ સરકારના રાજમાં સ્થાનિક નેતાઓ દ્વારા તાલુકાના વિકાસકીય કામો કરનારા તાલુકા વિકાસ અધિકારીની કાયમી નિમણુક કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. પ્રજાને પડતી મુશ્કેલીનું સમાધાન કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં આ બાબતે ધરણા પ્રદર્શન કરાશે.- અનંતભાઈ પટેલ, ધારાસભ્ય, વાંસદા-ચીખલી

હાલાકી ભોગવી રહ્યાં છીએ
વાંસદા તાલુકા પંચાયતમાં ટીડીઓની કાયમી નિમણૂંક કરવામાં નહીં આવતા હાલાકી ભોગવી રહ્યા છીએ. વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે જેથી કાયમી ટીડીઓની નિમણૂંક થાય એ જરૂરી છે. - જેનીશ પટેલ, ખડકાળા

અન્ય સમાચારો પણ છે...