તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાસ હોલ્ડરો માટે રાહત:વેસ્ટર્ન રેલવેએ માસિક પાસ સુવિધા ફરી શરૂ કરી, નવસારીથી સુરત અપડાઉન કરતા હજારો મુસાફરોને થઈ રાહત

નવસારી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરોને મહિને 3 હજારથી વધુ રૂપિયાની સાથે સમયની પણ થશે બચત
  • નવસારી રેલવે સ્ટેશનમાં પ્રથમ દિવસે 200થી વધુ પાસ ઈસ્યુ થયા

દક્ષિણ ગુજરાતમાં નવસારીથી સુરત અને વાપી અપડાઉન કરતા વર્ગ માટે રાહતરૂપ નિર્ણય લેવાયો છે. લોકડાઉનથી લોકલ ટ્રેનમાં માસીક બંધની સુવિધા બંધ હતી. જેને વેસ્ટર્ન રેલવેએ હવે પરવાનગી આપી છે. જેથી માસિક પાસ હોલ્ડરને મુસાફરીમાં રાહત થઈ છે.

પાસ ને માથે લગાવી પ્રાર્થના કરતો પાસધારક મુસાફર
પાસ ને માથે લગાવી પ્રાર્થના કરતો પાસધારક મુસાફર

ગુજરાતમાં 58 જેટલી લોકલ ટ્રેનમાં માસિક પાસ ઇસ્યુ કરવાની શરૂઆતસુરત ડાયમંડ અને ટેકસટાઇલ સિટીમાં અનેક જિલ્લાઓમાંથી શ્રમજીવીઓ અને કર્મચારીઓ માટે લાઈફલાઈન ગણાતી રેલવેમાં પાસ ઇસ્યુ થતા ન હતા. જેથી પાસ હોલ્ડરો બસ અને ખાનગી વાહનોમાં મોટી રકમ ચૂકવીને મજબૂરીવશ અપડાઉન કરતા હતા. ત્યારે કોરોના કેસની સંખ્યા ઓછી થતા વેસ્ટર્ન રેલવે વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં 58 જેટલી લોકલ ટ્રેનમાં માસિક પાસ ઇસ્યુ કરવાની શરૂઆત કરી છે.

જેથી સુરત નવસારી વચ્ચે અપડાઉન કરતા વર્ગને મોટી રાહત થઈ છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 12 જેટલી ટ્રેનમાં પાસને પરવાનગી આપવામાં આવી છે. વિરાર સુરત શટલમાં પાસને પરવાનગી ન મળતા પાસ હોલ્ડરોમાં નારાજગીનવસારીથી સુરતનો માસિક પાસ 200 રૂપિયા સુધીનો ઇસ્યુ થાય છે.

જેની સામે એસ.ટી બસનો પાસ 1500 તેમજ કર્મચારીઓને રિક્ષાના રોજના 60 મળી મહિનાનો 3300 રૂપિયાનો ખર્ચો થતો હતો. જોકે, હવે રેલવેમાં પાસની સુવિધા શરૂ થતાં સીધી 3000ની બચત થશે, અને રેલવેમાં બસ કરતા ઓછા સમયમાં સુરત પહોંચી શકાય છે જેથી સમયનો પણ બચાવ થશે. નવસારી રેલવે સ્ટેશનમાં પહેલાં દિવસે 200થી વધુ પાસ ઇસ્યુ થયા હતા.

જોકે, પાસની પરવાનગીમાં કેટલીક ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સવારે 8:30 વાગ્યે આવતી વિરાર સુરત શટલમાં પાસને પરવાનગી ન મળતા સુરત જવા માટે અપડાઉન કરતા પાસ હોલ્ડરોમાં નારાજગી જોવા મળી હતી. આગામી 20 સપ્ટેમ્બરે ગુજરાત કવીન, ગુજરાત એક્સપ્રેસ, અને દાહોદ ભિલાડ ટ્રેન પણ શરૂ થવાના આદેશ થયા છે.

અન્ય સમાચારો પણ છે...