તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિયંત્રણ:નાળિયેરીમાં સફેદ માખીની ઓળખ અને નિયંત્રણ માટે આજે વેબિનાર

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસ્પી વિદ્યાલયમાં સવારે 10 કલાકે કાર્યક્રમ

કૃષિ યુનિવર્સિટી અંતર્ગત અસ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય ખાતે એ.આઈ.સી.આર.પી. (પામ્સ) યોજના કાર્યરત છે. યોજનાના ઈનચાર્જ ડો. પંકજ ભાલેરાવ જણાવે છે કે હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં (ખાસ કરીને ગીર અને સોમનાથ જિલ્લામાં) દરિયાકાંઠાની નાળિયેરીની વાડીમાં રૂગોજ સ્પાયરિલિંગ વ્હાઈટલ્ફાય (સફેદમાખી) જીવાતનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળે છે.

જેના નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તો જીવાતને વધારે ફેલાવાથી બચાવી શકાય અને ઝડપથી નિયંત્રણ મેળવી શકાય છે. જે હેતુથી નાળિયેરીમાં રૂગોજ સ્પાયરિલિંગ વ્હાઈટલ્ફાય (સફેદ માખી) : ઓળખ અને નિયંત્રણ શિર્ષક હેઠળ ગુજરાતમાં નાળિયેરીની ખેતી કરતા ખેડૂત ભાઈ-બહેનો તથા રાજ્યના નાળિયેરી પાક સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો માટ ઓનલાઈન વેબિનારનું 19મીને સવારે 10 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં આ વેબિનારમાં ખેડૂતો ભાગ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો