તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિનઉપયોગી પ્રોજેકટ:નવસારી નગર પાલિકામાં નિર્બળ નેતાગીરીને લઈને આવક રળી આપતાં ઇમારતો જર્જરિત થવા માંડી

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી ગુંચ અને શાશકોની ઢીલી નીતિના કારણે પાલિકાની તિઝોરીને આર્થિક નુકસાન

નવસારી નગરપાલિકાનું હદ વિસ્તરણ થયું અને પાલિકાનો બોહણો ફેલાવો થયો પણ પાલિકા પોતાની આવક ઉભી કરતી અનેક મિલકતો જેનું નિર્માણ થઈ ચૂક્યું છે પણ હજી પાલિકાએ આ મિલકતોની હરાજી કરવામાં આવી નથી. નવસારી વિજલપોર નગરપાલિકા અંદાજીત 300 કરોડથી વધુનુ બજેટ રજુ કરી શહેરના વિકાસની નીવ મુકે છે જેમા મોટાભાગની આવકો રાજ્યસરકાર પર આધારિત તથા ધારાસભ્ય અને સાંસદ સભ્યના ફંડ આધારિત હોય છે.સ્વભંડોળ ઊભુ કરવામા પાલિકા સદંતર નિષ્ફળ રહી છે

પાલિકા પાસે ચાર જેટલા શોપીંગ સેન્ટર છે જેમની હરાજી કરવામા આવી નથી જેના કારણે આઠ વર્ષથી બે કરોડ 45 લાખના ખર્ચે બનાવામાં આવે 32 જેટલી દુકાનો અને હોલ ખંડેર હાલતમા પડ્યા છે. ત્યારે પાલિકાના ભૂતકાળના શાસકો આ મામલે કોઇ કામગીરી કરી ન હતી. પાલિકા તેના નિષ્ક્રિય પ્રોજેક્ટને સક્રિય કરી તેમાંથી આવક ઊભી કરે તો પાલિકા દેવામાંથી બહાર આવી શકે તેમ છે તો બીજી બાજુ નવસારી નગરપાલિકાને મહાનગર પાલિકા બનાવવા માટેની કામગીરી શરુ કરી દેવામાં આવી છે અને વિજલપોર સહિત આઠ ગામોનો સમાવેશ પણ કરી લેવામાં આવ્યો છે પરતું પાલિકાના આવકમાં કોઈ વધારો નથી થયો અને પાલિકા હસ્તકની મિલ્કતો શોભાના ગાઠીયા સમાન પડી છે.

લાખો રૂપિયાના ખર્ચે બનેલી ઇમારતો ઉપયોગમાં લેવાતી ન હોવાને કારણે પાલિકા એ ઇમારતના "લાખના બાર હજાર કર્યા છે" સમયાંતરે વિપક્ષોએ પાલિકામાં આ જ બાબતને લઈને હોબાળો કર્યો હતો પણ અવાજ બુલંદ કરી શક્યો નથી અને તાજેતરમાં થયેલી ચૂંટણીમાં 52 બેઠક માંથી 51 બેઠકમાં ભગવો લેહરાયો છે. ત્યારે આવી ઇમારતો તરફ ધ્યાન આપે તો પાલિકા ને સારી એવી આવક થઈ શકે છે.પાલિકાના શાસકોની દીર્ધદ્રષ્ટી અને વહીવટી તંત્રની કુનેહ પાલિકાના વિકાસ માટે મહત્વની ભુમિકા ભજવતુ હોય છે, પરંતુ નવસારી નગરપાલિકાના ગત શાસકો અને વહીવટી તંત્ર વચ્ચે સુમેળના અભાવે શહેરના વિકાસ માટે ભંડોળ તો મળે છે. પરંતુ કામો ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે જે વિકાસની વાતો સામે સવાલો ઊભા કરે છે. જ્યારે સ્વનિર્ભર બનવાની દિશામા પાલિકા આગળ વધવાને બદલે રાજ્યસરકારના ભંડોળ પર આધાર રાખી રહી છે જે રાજકીય શાસકોની અણઆવડત તરફ અંગુલી નિર્દેશ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો