કૃષિ તજજ્ઞોનો મત:આપણે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત કરી પરંતુ પોષણ સુરક્ષાની સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી : ડો.એસ.આર. ચૌધરી

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયમાં બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન

નવસારી કૃષિ વિશ્વવિધાલયમાં જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર તેમજ સસ્ય વિજ્ઞાન વિભાગ દ્વારા વિશ્વ બેંક પુરસ્કૃત નાહેપ-કાસ્ટ પ્રોજેક્ટની મદદ થકી 26-27 ઓગસ્ટના રોજ ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે કુદરતી સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનમાં આધુનિકરણ વિષય ઉપર વર્ચ્યુઅલ પ્લેટફોર્મ થી બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ નું આયોજન નવસારી કૃષિ વિશ્વવિધાલયના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલના અધ્યક્ષતાથી ક૨વામાં આવ્યું હતું. તેઓએ કુત્રિમ અને અનૈસર્ગિક બુદ્ધિ અને રોબોટિકસના ઉપયોગ થકી સચોટ ખેતીના માધ્યમથી ઉચ્ચ કૃષિ વળતર પર માહિતી આપી હતી.

આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ભારતીય કૃષિ સંશોધન પરિષદના મદદનીશ મહાનિર્દેશક (એગ્રોનોમી), ડો. એસ. ભાસ્કરએ બદલાતી આબોહવાની પરિસ્થિતિઓમાં કુદરતી સંસાધનોના સમજદાર ઉપયોગ પર પ્રકાશ પાડ્યો અને અભિપ્રાય આપ્યો કે આ પરિસંવાદના ભલામણો ભવિષ્યના આયોજનમાં ઉપયોગી થશે. આ પરિસંવાદના અધ્યક્ષ અને સંશોધન નિયામક ડો. એસ. આર. ચૌધરીએ જણાવ્યું કે, આપણે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત કરી છે

પરંતુ, પોષણ સુરક્ષાની સમસ્યાનો ઉકેલ કરવાની જરૂર છે અને પાકની મજબૂતીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની હિમાયત કરી. ડો. કે. જી. પટેલ પ્રાધ્યાપક અને વડા ( જમીન વિજ્ઞાન અને કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ)એ મહાનુભાવોને આવકાર્યા અને નિષ્ણાતોનો પરિચય આપ્યો. ઉદઘાટન સત્રનું સંચાલન ડો. જયમીન નાયક, સહ-સંગઠન સચિવ દ્વારા કરવામાં આવ્યું હતું . નાહેપ-કાસ્ટ પેટા પ્રોજેક્ટના વડા, ડો. ટી. આર. અહલાવતએ રાષ્ટ્રીય સ્તરે નાહેપ કાસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ અને તેની સિદ્ધિઓ વિશે વાત કરી. ડો. એન. એન. ગુડધે, આયોજન સચિવ તરીકે આભાર વ્યક્ત કર્યો. આ સેમિનાર માટે કુલ 860 સહભાગીઓએ નોંધણી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...