હાલાકી:નવસારી શહેરના ભેંસતખાડા, ખત્રીવાડ સહિતના વિસ્તારમાં સતત ત્રણ દિવસથી પાણીની બૂમરાણ

નવસારી4 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભેંસતખાડા વિસ્તારમાં ટેન્કરોથી લોકોને પાણી અપાઇ રહ્યું છે. - Divya Bhaskar
ભેંસતખાડા વિસ્તારમાં ટેન્કરોથી લોકોને પાણી અપાઇ રહ્યું છે.
  • નગરપાલિકાના પાણી વિભાગને ફોલ્ટ જ મળતો નથી, રોજ પાણીના ટેન્કર દોડાવાઇ રહ્યાં છે

નવસારીના ભેંસતખાડા, ખત્રીવાડ તથા તેની નજીકના વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે પાલિકા પાણી આપી ન શકતા લોકોમાં નારાજગી વધી છે. નવસારીમાં ઝવેરી સડક નજીક આવેલ ભેંસતખાડા માછીવાડ, ખત્રીવાડ તથા તેની પાસેના વિસ્તારમાં મંગળવારથી નગરપાલિકા દ્વારા અપાતું પાણી બંધ થઈ ગયું હતું.

મંગળવાર બાદ બુધવારે અને ગુરૂવારે પણ (સતત ત્રણ દિવસ) પાલિકા ઉક્ત વિસ્તારના ઘણાં ઘરોમાં પાણી પુરવઠો આપી શકી ન હતી. પાણી ત્રણ-ત્રણ દિવસ નહીં મળતા અહીંના રહીશોની હાલત કફોડી થઈ ગઈ હતી. પાલિકાએ લોકોને પાણી આપવા ટેન્કરો દોડાવવા પડ્યાં છે.

ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 8થી 10 ટેન્કરો વિવિધ વિસ્તારોમાં પાણી આપવા મોકલવા પડે છે. પાલિકા તંત્ર 3 દિવસથી પાણી નહીં પહોંચવાનું અને ફોલ્ટ શોધવા જહેમત ઉઠાવી રહી છે પણ કારણ જ મળતું નથી, જેના કારણે ગુરૂવારે ત્રીજા દિવસે પણ સ્થિતિ યથાવત રહી છે.

વર્ષોમાં પ્રથમ વખત જ બન્યું
અમારા વિસ્તારમાં આવી પાણીની મોટી સમસ્યા સર્જાઇ નથી. આઝાદી બાદ પાણીની સમસ્યા આવી પ્રથમ વખત જ આવી છે. પાલિકાને લીકેજ જ મળતું નથી. લોકોની હાલત ખુબ જ કફોડી થઈ ગઈ છે. > પિયુષ ઢીમ્મર, રહીશ, પૂર્વ કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...