તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:નવસારીમાં હીરા મેન્શન પાસે પાણીની લાઈન તૂટતાં 3 દિવસથી પાણીનો વેડફાટ

નવસારી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિકોએ ફરિયાદ કરી હોવા છતાં અધિકારીઓ ફરક્યાં શુદ્ધા નથી

નવસારીનાં રેલવે સ્ટેશન પાસે આવેલી સૌરાષ્ટ્ર ચાલ પાસે નગર પાલિકાની ગટરલાઈનમાં ભંગાણ પડવાને કારણે ત્યાં પાંચ માસ પહેલા ભૂવો પડ્યો હતો, જેને ઉતાવળે પૂરી દેવાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી ત્યાંથી પાણી નીકળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. સ્થાનિક ઈબ્રાહીમભાઈ સૈયદે જણાવ્યું કે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા પાણી રસ્તા પર વહી રહ્યું છે અને પાણીકાપના સમયમાં વેડફાટ કરી રહ્યા છે. નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈ અધિકારી આવ્યા નથી. નવસારી રેલવે સ્ટેશન પાસે વારંવાર ભૂવા પડી રહ્યા છે ત્યારે પાણીની લાઈનમાં ભંગાણ પડે અને પાલિકા દ્વારા ભંગાણનું રિપેરીંગ કાર્ય ન કરતા અહી આ મુદ્દો આવનારી ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બની શકે એમ છે. જોકે પશ્ચિમ વિભાગમાં વિકાસનાં કામોમાં વેઠ ઉતારતા પૂર્વ નગરસેવકોની ઉદાસીનતા પર પણ સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો.

પશ્ચિમમાં વિકાસ કામો કરવા પાલિકા ઉણી ઉતરી છે
હીરામેન્શન રોડ, સૌરાષ્ટ્ર સોસાયટી સામે આવેલા રોડ પર છેલ્લા 5 મહિના અગાઉ ભૂવો પડ્યો હતો, જે નગરપાલિકા દ્વારા ફકત ભૂવો પૂરી દીધો હતો,રસ્તો બનાવવાનું કામ પણ બાકી છે. પાણીની લાઈન પણ અંદરથી તૂટેલી હાલતમાં નજરે પડે છે અને વગર વરસાદે ચોમાસુ બેસી ગયું હોય એવી રીતે રસ્તા પર પાણી પાણી થઇ ગયું છે. પશ્ચિમ વિભાગમાં નગરપાલિકા કામ કરવામાં ઉણી ઉતરી છે. અધિકારીઓને બે દિવસ પહેલા જાણ કરી પણ કોઈ આવતું નથી. > અનિલ પટેલ, સ્થાનિક અગ્રણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો