તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:નવસારીમાં પાણીકાપ ઉઠાવાયો, ફરી બે ટાઈમ પાણી આપવાનું શરૂ

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નહેરના પાણી આવતા સમસ્યા દૂર થઈ

નવસારી પાલિકાએ 8 દિવસ બાદ ફરી શહેરમાં રોજ બે ટાઈમ પાણી આપવાનું શરૂ કર્યું છે. જેને પગલે પાણી મેળવતાં શહેરીજણાને મોટી રાહત મળી છે. હવે પૂરતું પાણી મળતા શહેરીજનો છુટથી પાણી ઉપયોગ કરી શકશે. નવસારી પાલિકાની મધુર જળ યોજના નહેરના પાણી આધારિત છે. જે રીતે નહેરનું પાણી મળે તેને શુદ્ધ કરી શહેરીજનોને પાલિકા આપે છે.

નહેરનું પાણી જ્યારે અપૂરતું મળે ત્યારે પાલિકાને પાણીકાપ મુકવાની પણ ફરજ પડે છે. થોડા દિવસો અગાઉ નહેરનું પાણી મળવામાં વિલંબ થતા પાલિકાને શહેરમાં (જુના નવસારી પાલિકા હદ વિસ્તારમાં) ચોમાસા અગાઉ જ પાણીકાપ મુકવો પડ્યો હતો. બે ટાઇમની જગ્યાએ એક જ ટાઈમ પાણી આપવાનું શરૂ કર્યું હતું. જોકે હવે 8 દિવસમાં સ્થિતિ સુધરી છે.નહેરના પાણીથી શહેરનું દુધિયા તળાવ ભરાઈ ગયું છે, જેને લઈને પાલિકાએ શોર્ટ ટાઈમ મુકેલ પાણીકાપ ઉઠાવી લીધો છે. હવે પુનઃ બે ટાઈમ પાણી આપવાનું શરૂ કર્યું છે.

પાણીકાપ ઉઠાવી લેવાતા શહેરીજનોને રાહત થઈ છે. હવે ચોમાસુ બેસી રહ્યું છે અને તેને લઈને આગામી દિવસોમાં પાણીની ખેંચ સર્જાવાની શકયતા ઓછી છે. બે ટાઈમ પાણી જારી રહેશે એવી આશા રખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...