તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો પોકાર:તિઘરા વિસ્તારમાં 10 દિવસથી પાણીનો પોકાર

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 દિવસ પહેલા રીપેર માટે મોટર લઇ જવાઇ છે, 50થી વધુ ઘરના લોકો એકમાત્ર કૂવા પર નિર્ભર

વસારી-વિજલપોર નગરપાલિકામાં વિકાસની વાતો વચ્ચે એક વર્ષ પહેલાં સમાવિષ્ટ વિસ્તારો પૈકી તીઘરા ગામે આવેલા બે મહોલ્લામાં પાણી વિતરણ કરતી મોટર બગડી જતા તેને રિપેર કરવા લઈ ગયા બાદ દિવસ સુધી નહીં આવતા ભરચોમાસે પાણીની તકલીફ ઊભી થઈ છે. જેમાં બહેનોને કૂવામાંથી ખેંચીને પાણી લેવાની ફરજ પડી છે.

નવસારી-વિજલપોર પાલિકામાં એક વર્ષ પહેલાં આસપાસના 8 ગામનો સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા. વિકાસના વાયદા વચ્ચે ગ્રામજનોએ પણ ખોબેખોબા ભરી સંવેદનશીલ સરકારને મત આપી વિજયી બનાવી હતી. તીઘરા ગામના લોકોને પાલિકાનો વિકાસ જોવા માટે હજુ વાર લાગશે તેમ લાગી રહ્યું છે. ગ્રામજનોના જણાવ્યાનુસાર તીઘરા ગામમાં આવેલ કાળા ફળિયા અને વિસલપોર ફળિયા-વાડી ફળિયાના 50 ઘરમાં દરેકના ઘરે નળ વાટે પાણી આપવામાં આવતું હતું.

છેલ્લા 10 દિવસથી પાણીની મોટર બગડી જતા આ વિસ્તારના સ્થાનિકોએ નગરપાલિકામાં તેની જાણ કરી હતી. નગરપાલિકાના માણસો આ બગડેલી મોટર 3 દિવસ પહેલા રિપેર કરવા લઈ ગયા હતા. આ મોટર હજુ રિપેર થઈને નહીં આવતા લોકો પાણી માટે ભરચોમાસે વલખાં મારી રહ્યાં હતા. જોકે આ વિસ્તારમાં આવેલા કૂવામાં નવા નીર આવ્યા હોય સ્થાનિકો કૂવામાંથી દોરડા વડે પાણી ખેંચી પાણી મેળવી રહ્યા છે.

હાલમાં આ વિસ્તારમાં કોરોના રસીકરણનો કાર્યક્રમ થયો હોય અને રસી મુકવાથી તાવ આવવાની સાથે શરીરમાં દુ:ખાવો થતો હોય બહેનો હાલ પાણી માટે બિમારીમાં કૂવામાંથી દોરડા ખેંચીને 10 દિવસથી પાણી લાવી રહ્યાં છે. નવસારી પાલિકામાં સમાવેશ થયેલા ગામોમાં વિકાસ થશે અને ગ્રામજનોની મુશ્કેલી દૂર થશે એવું લાગતું હતું પરંતુ લોકોને જુના સમયમાં જવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

અગાઉ વોર્ડ નં. 5 ના કબીલપોરમાં પણ પાણીની બૂમ પડી હતી
નવસારી પાલિકામાં સમાવિષ્ટ કબીલપોરમાં આવેલી એક સોસાયટીમાં પાણી વિતરણ કરતી મોટરનું ઇલેક્ટ્રીસિટીનું બીલ નહીં ભરતા પાવર કટ કરી દેવાયો હતો. જેને પગલે 3 સોસાયટીના લોકોએ ભરચોમાસે પાણી માટે ટેન્કર ઉપર જ નિર્ભર રહેવું પડયું હતું. જ્યારે અન્ય ગામોમાં પણ વિકાસના વાયદા વચ્ચે વિવિધ સમસ્યામાં લોકો જીવી રહ્યાં છે. નગરપાલિકામાં સમાવિષ્ટ ગામમાં ક્યારે વિકાસ થશે તેના પર ગ્રામજનોની નજર ઠરી છે.

10 દિવસથી બહેનો પાણી લેવા ઘરની બહાર જાય છે
હાલમાં તીઘરા ગામે લોકોએ રસીકરણ કરાવ્યું હોય ખાસ કરીને બહેનોને ઘણી તકલીફ પડી રહી છે, કારણ કે તેઓએ કૂવામાંથી પાણી ખેંચીને લાવવું પડે છે. પાણીની મોટર 10 દિવસથી બગડી જતા ગામના કૂવા પર જ આધાર રાખવો પડે છે. પાલિકા બગડેલી મોટર લઈ ગયા છે પણ ક્યારે લાવશે તે નક્કી નથી. > પરેશભાઈ, સ્થાનિક

અન્ય સમાચારો પણ છે...