તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની તંગી:નવસારી પાલિકા પૂર્વ પ્રમુખના વિસ્તારમાં પાણીની બૂમરાણ

નવસારી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાતીવાડમાં ટેન્કરથી પાણી પહોંચાડાયું

નવસારીના જલાલપોર વિસ્તારમાં પાલિકાના ભૂતપૂર્વ પ્રમુખના વિસ્તાર કોળીવાડ, મકાતીવાડમાં અપૂરતા પાણીની બૂમરાણ છે. અવારનવાર પાણીના ટેન્કર પણ બોલાવવા પડે છે. નવસારીમાં ઉનાળો શરૂ થતાં કેટલાક વિસ્તારમાં પાણીની બુમરાણ શરૂ થઈ છે. બુધવારે વિજલપોરનાં મારુતિનગર વિસ્તાર, દશેરા ટેકરી વિસ્તારમાં બૂમરાણ હતી. શહેરના પશ્ચિમે આવેલ પાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ કાંતિભાઈ પટેલ રહેણાંક એવા કોળીવાડ, મકાતીવાડમાં પણ લોકોની પાણી મુદ્દે બુમરાણ હોવાની જાણકારી મળી છે.

અહીં પૂરતા ફોર્સથી અનેક ઘરોમાં પાણી મળતું નથી તો ઓછો સમય પણ પાણી મળતું હોવાની રાવ છે. આ સમસ્યા હલ થઈ નથી. પાણી પૂરતું ન આવતા કેટલીક વાર પાણીના ટેન્કર પણ જરૂરિયાત પૂરી કરવા બોલાવવા પડે છે. બુધવારે પણ ટેન્કર બોલાવ્યાની જાણકારી મળી છે. અહીં ઉલ્લેખનીય છે કે હજુ તો ઉનાળાની શરૂઆત છે. ગરમીવાળી આ સિઝનમાં લોકોની પાણીની જરૂરિયાત પણ વધુ હોય છે, આ સ્થિતિમાં પાલિકા શહેરમાં પૂરતા ફોર્સથી પાણી આપે છે કે નહીં તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...