તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટેસ્ટીંગથી દુવિધા:જલાલપાેરની નવનિર્મિત પાણીની ટાંકીમાં 1 માસ પૂર્વે ભરેલું પાણી લાઇન ચેક કરવા છાેડાતા જળબંબાકાર

નવસારી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઇન લીકેજની ચકાસણી કરાતાં ભરઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઇ

નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા જલાલપોરના વોર્ડ 1 અને 2ના લોકો માટે પાણીની વ્યવસ્થા થઈ શકે તે માટે નવી પાણીની ટાંકી બનાવવામાં આવી છે. જેમાં એક માસ પહેલા લાઇન ચેક કરવા પાણી ભરવામાં આવ્યું હતું. જે ગુરુવારે જાહેરમાં છોડવામાં આવતા સ્ટેશન વિસ્તારમાં પાણી ફરી વળ્યું હતું. જોકે થોડા સમય બાદ આ પાણી વહી જતા રસ્તાઓ સૂકા થયા હતા. પણ થોડા સમય માટે ભરઉનાળે ચોમાસાની ઋતુનો માહોલ સર્જાયો હતો.

નવસારી વિજલપોરના પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર 1 અને 2 આવેલો છે. જેમાં 35000થી વધુ વસ્તી આવેલી છે જેમને પાણીની તકલીફ ન પડે તે માટે જલાલપોરમાં નવી પાણીની ટાંકી નિર્માણ કરી છે. આ પાણીની ટાંકીની લાઇન ચેક કરવા માટે એક માસ પહેલા પાણી ભરવામાં આવ્યું હતું અને ગુરુવારે પાણી છોડવામાં આવ્યું હતું. જેમાં ક્યાંય લીકેજ થાય કે કેમ ! તેની પણ તપાસ કરવામાં આવી હતી. ભર બપોરે જાહેરમાં પાણી છોડવામાં આવતા રાહદારી ઓ સહિત વાહનચાલકો પણ પરેશાન થયા હતા. જોકે આ બાબતે નગરપાલિકામાં અધિકારીઓને પૂછતાં તેઓએ લાઇન વોશ કરી હોવાનું જણાવ્યું હતું.

દરેક નવી ટાંકીમાં આ પ્રક્રિયા કરાય છે
જલાલપોર રેલવે ફાટક પાસે બનાવવામાં આવેલી નવી પાણીની ટાંકીમાં એક માસ પહેલા ટેસ્ટિંગ માટે ભરેલું પાણી ગુરુવારે છોડવામાં આવ્યું હતું. પાણીની લાઇન ચેક થઈ જાય તે માટે પાણી છોડવામાં આવ્યું જતું. જે પ્રક્રિયા બધી જ નવી પાણીની લાઈનમાં કરવામાં આવે છે. > મયુરભાઈ કાપડિયા, વૉટર વર્કસ વિભાગ, નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...