પીવાના પાણી માટે ATMની સુવિધા:નવસારીમાં 5 સ્થળોએ વોટર ATM મુકાયા, અજગરવાળા બાગ પાસે ટીખળખોરોએ વાઈસર અને વિમલનાં પેકેટ નાખ્યાં

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજગરવાળા બાગ, દશેરા ટેકરી, કબીલપોર બજાર, વિઠ્ઠલ મંદિર જેવા વિસ્તારમાં મૂકાયાં

પાણી પૃથ્વી પર મુખ્ય અને પ્રાથમિક જરૂરિયાત છે. ત્યારે પીવાનું પાણી મોટાભાગે વ્હેચાતું લેતા હોય છે. ત્યારે નવસારી વિજલપોર નગરપાલિકાએ શહેરીજનોને સસ્તું અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે તે માટે શહેરમાં પાંચ વિસ્તારોમાં વોટર ATM ઉભા કર્યા છે. આ ATMમાં બે રૂપિયા લિટર પાણી ના દરે પાણી મળશે જેમાં મશીનમાં પૈસા નાખવાથી ઘરેથી લાવેલા કન્ટેનરમાં પાણી મેળવી શકાશે.

ક્યાં ક્યાં મુકાયા વોટર ATM?

શહેરના અજગરવાળા બાગ, દશેરા ટેકરી, કબીલપોર બજાર, વિઠ્ઠલ મંદિર જેવા વિસ્તારમાં પ્રાથમિક ધોરણે આ વોટર ATM મૂકવામાં આવ્યા છે, પરંતુ જો શહેરમાંથી ડિમાન્ડ આવશે તો બીજા અન્ય વિસ્તારોમાં પણ મશીન મુકવામાં આવશે.

ટીખળખોર તત્વોની કરતૂત

શહેરના અજગર વાળા બાગ પાસે મૂકવામાં આવેલા ATMમાં આજે શનિવારે વહેલી સવારે એક યુવાન પાણી લેવા માટે આવ્યો હતો. ત્યારે મશીન એક રૂપિયાનો સિક્કો સ્વીકારતું ન હતું. ત્યારે આ મશીનમાં કોઈ ટીખળખોરો તત્વોએ વિમલના ખાલી ઠુંઠા, સિક્કાને બદલે વાઈસર અને બીજી અન્ય વસ્તુ નાખીને મશીનને ખોટકાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મામલે પાલિકા એલર્ટ બને અને શહેરના અન્ય મશીનોમાં આવી કોઈ પ્રવૃત્તિ ન થાય તેની ધ્યાન રાખે તે પણ જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...