આદેશ:વોર્ડનનો છાત્રાલયમાં નવી કીટ અને ભોજન સુવિધાનો આદેશ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રાલયની અસુવિધાનો અહેવાલ પ્રસિદ્ધ થતા તંત્ર જાગ્યુ

નવસારીના ઇટાળવા ખાતે આવેલ કુમાર છાત્રાલયમાં 150 થી વધુ આદિવાસી છાત્રોને સ્વચ્છ પાણી, જમવાની સુવિધામાં યોગ્ય આહાર નહી, એક્સપાયરી કીટ અને આવવાજવાના રસ્તા ઉપર ચોમાસામાં પડતી તકલીફ બાબતે અહેવાલ પ્રસિદ્ધ થતા બીજા જ દિવસે એની અસર પડી હતી. જેમાં વોર્ડન દ્વારા તમામ છાત્રોને એક્સપાયરીવાળી કીટનો નાશ કરવા જણાવી નવી કીટ અને ભોજન માટે પણ સુવિધાઓ માટે આદેશ આપ્યો હતો.

નવસારી જિલ્લામાં વિશાલનગર ઇટાળવા ખાતે આવેલ સરકારી કુમાર છાત્રાલયમાં નર્મદા, તાપી, ડાંગ નવસારીના અંતરીયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી છાત્રો રહી અભ્યાસ કરી રહ્યા છે. આ બાબતે છેલ્લાં 3 વર્ષથી સમસ્યાઓ બાબતે વોર્ડનને મૌખિક રજૂઆત કરતા હતા, પણ કોઈ સમાધાન ન આવતા અંતે કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી.

છાત્રોની સમસ્યાઓને વાચા આપી હતી રવિવારે સવારે વોર્ડને છાત્રાલયમાં આવી નવી કીટ તમામ છાત્રોને આપી હતી. જમવા બાબતે પણ રસોઈયાઓને આદેશ આપીને તેમને કોઈ તકલીફ ન પડે તે માટે જણાવ્યુ હતુ. જોકે હજુ પણ આર.ઓ.પ્લાન્ટ બંધ હોય, મેદાનની સુવિધા ક્યારે, આવન-જાવન માટેના રસ્તા ચોમાસામાં ડૂબી જતાં છાત્રો ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા જેવી તકલીફ દૂર ન થઈ હોવાની સ્થળેથી માહિતી મળી છે. જોકે બે સારા નિર્ણયને પગલે છાત્રોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...