તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:વોર્ડ નં. 3માં તમામ જ્ઞાતિની વસતિ, કોઇ એકનું વર્ચસ્વ નહીં

નવસારી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મતદારોની સંખ્યામાં વોર્ડ-3 ત્રીજા ક્રમાંકે, કુલ 17740 મતદારોમાં પુરુષ મતદાર 9917 અને સ્ત્રી મતદાર 8764 છે
 • નવસારીની રેલવે લાઈનથી શહેરના પૂર્વ વિભાગને જોડતા આ વોર્ડની સિનેમા વિસ્તાર તરીકે ઓળખ છે

નવસારી-વિજલપોર નગરપાલિકાના વોર્ડ-3ને શહેરનો સિનેમા વિસ્તાર પણ કહી શકાય. આ વોર્ડમાં શહેરના 5 સિનેમા છે,જોકે તેમાં પ્રકાશ અને નટરાજ સિનેમા બંધ થયા છે. અન્ય ગિરિરાજ, જહાંગીર અને લક્ષ્મી સિનેમા પણ અહીં છે. શહેરના પૂર્વ વિભાગને રેલવે લાઇન સાથે આ વોર્ડ જોડે છે. અન્ય ત્રણ બાજુએ નગરપાલિકાના ત્રણ વોર્ડ 4,8 અને 7 જોડાયેલા છે.શહેરનો સ્ટેશનથી ફુવારા સુધીનો સ્ટેશન રોડ, શાંતાદેવી રોડ પણ વોર્ડ-6માંથી જ પસાર થાય છે.

આ વોર્ડમાં કુલ મતદારો 17740 છે,જેમાં પુરુષ મતદાર 9917 અને સ્ત્રી મતદાર 8764 છે.આ વોર્ડમાં તમામ જ્ઞાતિની વસતિ છે. જોકે જૈન, પાટીદાર, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના મતદાર વધુ છે.આ ઉપરાંત ઉત્તર ભારતીય, બ્રાહ્મણ, કોળી, વણકર સહિત શહેરમાં રહેતા મહત્તમ જ્ઞાતિના લોકો અહીં રહે છે.અગાઉના નવસારી પાલિકાના 2 વોર્ડમાંથી આ નવો વોર્ડ 3 બનાવ્યો છે.જેમાં અત્યાર સુધી ભાજપનું વર્ચસ્વ વધુ રહ્યું છે, જોકે, અહીં કોંગ્રેસને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

જેવું વાવશો તેવુું લણશો, સે‌વક ચૂંટવાનો પ્રજાને અવસર
1) તમે ઉમેદવારાેનું મૂલ્યાંકન કેવી રીતે કરશાે? પક્ષ, વ્યક્તિગત પ્રતિભા કે જ્ઞાતિના આધારે?
2) પ્રજાના સેવકો પાસે તમારી અપેક્ષા શું છે ?

વોર્ડ-3માં સમાવિષ્ટ વિસ્તાર
આર.કે. ફલેટસ વિસ્તાર, ઠાકોરવાડી નજીકનો વિસ્તાર, સિવિલ હોસ્પિટલ નજીકનો વિસ્તાર, નટરાઝ ટોકીઝ નજીકનો વિસ્તાર, પૂર્ણા સોસાયટી વિસ્તાર, ગિરિરાજ સિનેમા વિસ્તાર, જહાંગીર સિનેમા વિસ્તાર, પ્રકાશ ટોકીઝ નજીકનો વિસ્તાર, શાંતાદેવી રોડ વિસ્તારનો રહેણાંક, રૂસ્તમવાડી રોડ વિસ્તાર, હીરા કાનજી ચાલ વિસ્તાર, મરોલીયા હોસ્પિટલ વિસ્તાર, રચના એપાર્ટમેન્ટ વિસ્તાર, ડી.ડી.ગર્લ્સ વિસ્તાર, જનતા એપાર્ટમેન્ટ વિસ્તાર, મહાવીર હોસ્પિટલ વિસ્તાર, નાગતલાવડી, અજીત સોસાયટી વગેરે.

ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો
ભાજપે જે 4 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતાર્યા છે તેમાં ગત ટર્મના પાલિકાના બે કાઉન્સિલર અશ્વિન કાસુન્દ્રા અને સરજુભાઈ અજબાણી છે. આ ઉપરાંત પ્રતિજ્ઞાબેન રાઠોડ અને સુમનબેન પાંડેને પણ ઉમેદવાર બનાવ્યા છે. કોંગ્રેસ આ વોર્ડમાં રાજન જોષી, દિલીપ શેઠ, દમયંતી રાઠોડ અને રાધિકાબેન રાઠોડને ઉમેદવાર બનાવ્યા છે.

5 વર્ષે મોઢું દેખાડે તેવા ઉમેદવારની જરૂર નથી
વ્યક્તિગત પ્રતિભા ધરાવતા સેવાભાવી ઉમેદવારને પસંદ કરીશું. દરેકના કામો દોડીને કરતા હોવા જોઈએ. કોઇ પણ સમસ્યા લઇને આવે તે પોતાની સમસ્યા સમજીને તેનું વહેલી તકે નિરાકરણ કરી શકે તેવા ઉમેદવારની જરૂર છે. 5 વર્ષમાં માત્ર ચૂંટણીના સમયે મોઢું દેખાડે તેવા ઉમેદવારને જાકારો આપવો જોઈએ. > સંજય સોલંકી, એડવોકેટ, ઠક્કરબાપાવાસ, લક્ષ્મી ટોકીઝ પાછળ

3 બેઠક સામાન્ય, 1 અનુસૂચિત જાતિની
વોર્ડની કુલ 4 બેઠકમાં 3 બેઠક સામાન્ય વર્ગ ફાળવાઈ છે. સ્ત્રી બેઠકમાં એક બેઠક સામાન્ય અને બીજી બેઠક અનુસૂચિત જાતિ વર્ગની અનામત રાખવામાં આવી છે.

વિકાસ રૂંધાયો છે એટલે પ્રતિભા જોઇને પસંદગી
લોકોનું કામ કરી શકે તેવો સ્વચ્છ પ્રતિભાવાળો ઉમેદવાર હોવો જોઈએ. અમે નવા ચૂંટાયેલા સુધરાઈ સભ્યો પાસે નવસારીના ડેવલપમેન્ટની આશા રાખીએ છીએ. સુરત જેવા શહેરમાં જે રીતે ડેવલપમેન્ટ થયું છે તેની સામે નવસારીમાં કંઈ જ થયું નથી. ઉલ્લેખનીય કામો નવસારીમાં થયા નથી. > જીતેન્દ્ર દેસાઈ, નિવૃત્ત એલઆઈસી કર્મી, ઠાકોરવાડી નજીક

વોર્ડમાં જેણે કામ કર્યા છે તેને ફળ મળશે
ઉમેદવાર જ્ઞાતિ અને પક્ષ આધારિત નહી હોવા જોઈએ લોકોના કામો કરે એવા જન નાયક હોવા જોઈએ પરંતુ અમારા વોર્ડના ઉમેદવારે પ્રજાની મુશ્કેલીઓ જાણીને કામો કર્યા છે. જેથી અમે તેવા ઉમેદવારની માંગ કરી હતી અને પસંદ પણ થયા છે. રસ્તા, પાણી અને ડ્રેનેજના કામો અમારા વિસ્તારમાં થયા છે. > ઘનશ્યામભાઈ પટેલ, વેપારી, આદિનાથ સોસાયટી, શાંતાદેવી રોડ, નવસારી

શિક્ષિત અને સક્ષમ ઉમેદવારને ચૂંટીશું
ઉમેદવાર યુવા અને લોકોના કામ કરે તેવા હોવા જોઈએ. પાલિકાના કોઈ પણ કામ માટે ઉમેદવાર સક્ષમ હોવો જોઈએ. જેમના મત દ્વારા ચૂંટાય તેવા લોકોના કામ કરવા પ્રાથમિક ફરજ સમજી સામાન્ય કામો પણ જલ્દી પુરા કરી સમસ્યાનું નિરાકરણ કરે તેવા શિક્ષિત ઉમેદવાર હોવા જોઈએ. > કાંતિભાઈ પાંચોટિયા, બિઝનેસમેન, શાંતાદેવી રોડ, નવસારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો