તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની શતરંજ:4માંથી 3 સામાન્ય ઉમેદવાર ધરાવતા વોર્ડ નં. 13માં બહુમત આદિવાસી સમાજના મતો નિર્ણાયક બનશે

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મતદારાેની દ્રષ્ટિઅે નવસારીના તમામ 13 વાેર્ડમાંથી સાૈથી માેટાે વાેર્ડ નંબર 13, સ્ત્રી મતદારાે સાૈથી વધુ
 • નવસારી પૂર્વ સાથે જમાલપોર, ઈટાળવા અને તીઘરા 3 ગામનાે સમાવેશ

નવરચિત નવસારી-વિજલપોર નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં નવસારી પૂર્વ અને અન્ય અગાઉના ત્રણ ગ્રામ્ય વિસ્તાર જમાલપોર, તીઘરા અને ઇટાળવાને સામેલ કરાતા વોર્ડ નંબર 13 મતદારાેની દ્રષ્ટિઅે સાૈથી માેટાે વાેર્ડ બની ગયાે છે. જેમાં 21413 મતદારો છે.

આ વિશાળ વોર્ડમાં જ્યાં નવસારી પૂર્વનો દશેરા ટેકરી સહિતનો ઘણો વિસ્તાર તો છે સાથે અગાઉના ત્રણ ગ્રામ્ય વિસ્તાર જમાલપોર, તીઘરા અને ઇટાળવા પણ સામેલ કરવામાં આવ્યા છે. આ વોર્ડમાં પુરુષ મતદારો 10619 અને સ્ત્રી મતદારો 10794 છે,આમ પાલિકામાં જે માત્ર 2 વોર્ડમાં સ્ત્રી મતદાર પુરુષ મતદાર કરતા વધુ છે તેમાંનો એક વોર્ડ આ છે. જેથી અહીં સ્ત્રી મતદારાે નિર્ણાયક બનશે. આ વોર્ડ આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો મિશ્રણ સમાન છે.

જ્યાં એક તરફ વોર્ડમાં શ્રીમંત લોકોની રહેણાંક સોસાયટીઓ આવેલી છે તાે બીજી તરફ શ્રમિક, ગરીબ, મધ્યમ વર્ગના લોકો પણ અહીં વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. કલેકટર સહિતના ટોચના સરકારી અધિકારીઓ પણ અહીં જ રહે છે. આ વોર્ડની ચૂંટણી રસાકસીભરી રહેવાના એંધાણ અત્યારથી વર્તાઈ રહ્યા છે. અત્રે નાેંધનીય છે કે, સિમાંકન બદલાતા ગત ચૂંટણી સાથે હાલની ચૂંટણીની કાેઇ પણ રીતે વાેર્ડવાઇઝ તુલના થઇ શકે તેમ નથી.

દશેરા ટેકરીથી ઇટાળવા સુધીના સમાવિષ્ટ વિસ્તારાે તીઘરા નવી વસાહત, અર્બન હેલ્થ સેન્ટર નજીકના વિસ્તાર, દશેરા ટેકરી, ટાગોર સોસાયટી, રેલરાહત કોલોની, સહયોગ સોસાયટી વિસ્તાર, અનુપ એપાર્ટમેન્ટ વિસ્તાર, તીઘરા જકાતનાકા વિસ્તાર, અલીફનગર, તીઘરાની નાળ, પુષ્પવિહાર સોસાયટી વિસ્તાર, રાશીમોલ વિસ્તાર, શાંતિવન-1 વિસ્તાર, ઈંટાળવા-તીઘરા, જમાલપોરનો જૂનો ગ્રામ્ય વિસ્તાર તથા અન્ય વિસ્તાર.

આદિવાસી, કોળી, અનાવિલો વધુ પણ…
વોર્ડ-13માં જાતિવાર જોઈએ તો સૌથી વધુ મતદારો આદિવાસી છે, અનાવિલ જ્ઞાતિ, કોળી મતદારો પણ વધુ છે. આ ઉપરાંત મુસ્લિમ, ગાંધી સમાજ, પાટીદાર સહિત લગભગ તમામ કોમના મતદારો પણ છે.

ટિકિટ માટે બન્ને પક્ષમાંથી સાૈથી વધુ દાવેદારી
મતદારોની દૃષ્ટિએ સૌથી મોટો વોર્ડ છે જ, સાથે આ વોર્ડમાં ટિકિટના દાવેદારો પણ વધુ છે. ભાજપમાં તો આ વોર્ડની 4 બેઠક માટે 44 જણાંએ દાવેદારી કરી છે. કોંગ્રેસમાં પણ અનેકે દાવેદારી કરી છે.

4માંથી 3 બેઠક સામાન્ય અને 1 આદિજાતિ
નવસારીના સાૈથી માેટા વોર્ડ નંબર 13માં આવેલી કુલ 4 બેઠકોમાં 3 બેઠકો તો ‘સામાન્ય’ વર્ગને ફાળવાઈ છે. જેમાં સ્ત્રીની બંને બેઠકો સામાન્ય છે. જોકે 1 બેઠક અનુસૂચિત આદિજાતિ વર્ગને પણ ફાળવાઈ છે. ત્યારે આ બેઠક પર સામાન્ય અને આદીવાસી મતદારાેના મત સાૈથી વધુ નિર્ણાયક બનશે.

જેવું વાવશો તેવુું લણશો - સે‌વક ચૂંટવાનો પ્રજાને અવસર
1) તમે ઉમેદવારાેનું મૂલ્યાંકન કેવી રીતે કરશાે? પક્ષ, વ્યક્તિગત પ્રતિભા કે જ્ઞાતિના આધારે?
2) પ્રજાના સેવકો પાસે તમારી અપેક્ષા શું છે ?

વ્યક્તિગત પ્રતિભા પહેલી પસંદગી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય વ્યક્તિગત પ્રતિભાના આધારે જ ઉમેદવારની પસંદગી કરી તેને વોટીંગ કરાશે. તેમનું વોર્ડ પ્રત્યે વિઝન ક્લીયર હોવું જોઈએ, જાહેર સુવિધા જેવી કે ડ્રેનેજ, પાણીની લાઈન, કચરાનો નિકાલને પ્રાધાન્ય આપે તેવી જ વ્યક્તિ પ્રથમ પસંદગી રહેશે. - સંજય પરમાર, આચાર્ય-રાનકુવા હાઈસ્કૂલ, રહીશ, વોર્ડ-13

પસંદગી પક્ષના આધારે હોવી જોઈએ
મારા મત પ્રમાણે ઉમેદવારની પસંદગી પક્ષના આધારે જ હોવી જોઈએ. તે વ્યક્તિ ચૂંટાયા બાદ ચૂંટાયેલી બોડીમાં પોતાનું કામ સરળતાથી કરી શકે. ઉપરાંત વોર્ડની શુદ્ધ પાણીની મુખ્ય સમસ્યા છે તેનું નિરાકરણ થવું જોઈએ. - મનોજ રાઠોડ, સાઉન્ડ સિસ્ટમ ઓપરેટર, રહીશ, વોર્ડ-13

પક્ષ કે જ્ઞાતિ નહીં પણ સક્ષમ ઉમેદવાર જરૂરી
જે ઉમેદવાર પોતાના વોર્ડની સમસ્યા અંગે રજૂઆતો કરી શકે અને તે રજૂઆતનું પરિણામ મેળવી શકે તેવા વ્યક્તિ ઉમેદવાર તરીકે પસંદગીને પાત્ર રહેશે. તેમાં પક્ષ કે જ્ઞાતિ નહીં જોવાય પણ મતદારોનું ભલુ કરે અને તે માટે જે સક્ષમ હશે તે જ ઉમેદવાર પસંદગીને પાત્ર છે. - દર્શના દેસાઈ, પૂર્વ શિક્ષિકા-ડી.ડી.ગર્લ્સ હાઈસ્કૂલ, રહીશ, વોર્ડ-13

108 જેવી સેવા આપે તેવા સેવક આવકાર્ય
હાલના સમયમાં વોર્ડના સભ્ય એવા જોઈએ કે જે વોર્ડના તમામ વ્યક્તિ માટે કામગીરી કરવા કટીબદ્ધ હોય, 108 જેવી સેવા આપે તેવા સેવક આવકાર્ય છે અને વોર્ડમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપે એવી વ્યક્તિ જ ઉમેદવારમાં પહેલી પસંદગી રહેશે. - ડો. રાજેશ મિસ્ત્રી, રહીશ, વોર્ડ-13

વોર્ડના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે તે માન્ય
પક્ષ કરતા સ્થાનિક વ્યક્તિ જે પ્રતિભાશાળી હોય અને વોર્ડના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તેવી વ્યક્તિ જ તમામની પ્રથમ પસંદગી રહેશે, કારણ કે નવા સીમાંકનમાં ગ્રામ પંચાયત જમાલપોર, ઈંટાળવા, તીઘરા નગરપાલિકામાં આવી જતા હવે આગામી દિવસોમાં ચૂંટાનાર ઉમેદવારો ઉપર અપેક્ષા વધશે. જેથી સક્ષમ વ્યક્તિ ઉપર જ મદાર રહેશે. - વિનોદ આહિર, રહીશ, વોર્ડ-13, તીઘરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો