તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી વોર્ડ નં.10 પાલિકા પોલિટિક્સ મહાસંગ્રામ 2021:વોર્ડ-10‘મિની મહારાષ્ટ્ર’ 85% મરાઠી મતદારો નિર્ણાયક

નવસારી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નવસારી-વિજલપોર નગરપાલિકાના તમામ 13 વોર્ડમાં સૌથી ઓછા 14318 મતદારો આ વોર્ડમાં છે
 • વિજલપોરમાં પશ્ચિમે રેલવે લાઈન અને પૂર્વે શિવાજી ચોકથી દક્ષિણ તરફનો વિસ્તાર સમાવિષ્ટ, કોઇ એક પક્ષનું પ્રભુત્વ નહીં

સમગ્ર વિજલપોરની હદમાં આવેલા નવરચિત નવસારી-વિજલપોર પાલિકાના આ વોર્ડમાં 85-87 ટકાથી વધુ મૂળત: મહારાષ્ટ્રીયનો છે. તેથી તેને ‘મિની મહારાષ્ટ્ર’ કહીએ તો પણ ખોટું નથી. મહારાષ્ટ્રીયનો ઉપરાંત ગુજરાતી, કાઠીયાવાડી, અનુસૂચિત જાતિ વગેરે મતદારો પણ થોડી સંખ્યામાં છે. આ વોર્ડ વિજલપોરની ઓળખ સમાજ શિવાજી ચોકની દક્ષિણેથી પશ્ચિમે રેલવે લાઈન સુધી વિસ્તરેલ છે. આમ તો વોર્ડમાં કામદારો વધુ છે પરંતુ અનેક નાના વેપારીઓ પણ વસે છે. અગાઉ આ નવા વોર્ડમાંથી વિજલપોર પાલિકાના બે વોર્ડ હતા.

વોર્ડ નં. 10માં કુલ મતદારોની સંખ્યા 14318 છે, જે સમગ્ર નગરપાલિકાના કોઈપણ વોર્ડ કરતા ઓછા મતદારો ધરાવે છે. કુલ મતદારોમાં 7921 પુરૂષ મતદારો અને 6394 સ્ત્રી મતદારો છે, જે વોર્ડ-11ની જેમ જ સ્ત્રી-પુરૂષની મતદારોની સંખ્યામાં વધુ તફાવત દર્શાવે છે. અગાઉની વિજલપોર નગરપાલિકામાં આ વોર્ડનો દબદબો હતો.આ વોર્ડમાં રહેતા કોંગ્રેસના મીનાબેન માગલે અને પ્રકાશ પાટીલ વિજલપોર પાલિકામાં પ્રમુખ રહી ચૂક્યા છે.ગત ટર્મમાં ઉપપ્રમુખ રહેલ સંતોષ પૂંડકર પણ આજ વોર્ડમાં રહે છે.ચૂંટણીમાં અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થવાની શક્યતા છે.

વિજલપોરના શિવાજી ચોકની દક્ષિણના સમાવિષ્ટ વિસ્તારો
અલકાપુરી, મારૂતિનગર, વનગંગા, રામજીપાર્ક, આદર્શપાર્ક વિસ્તાર, રેલવે ફાટક વિસ્તાર, સરસ્વતિનગર, હિંગળાજનગર વિસ્તાર, શિવનગર, રેલવે કોલોની- ધોળીકુઈ, સંભાજીનગર, શિવાજીનગર, ધીરુદાજીની વાડી, અંબાજીનગર, આકારપાર્ક, આશીર્વાદ, કૃષ્ણનગર.

તમામ 4 બેઠક ‘સામાન્ય’
મહારાષ્ટ્રીયનોની બહુમતિવાળા આ વોર્ડમાં તમામ 4 બેઠકો સામાન્ય વર્ગ માટે ફાળવાઈ છે. જોકે આ 4 બેઠકમાં 2 બેઠક ધારાધોરણ મુજબ જરૂર સ્ત્રીઓ માટે અનામત રહેશે. જોકે અન્ય વર્ગ માટે કોઈ બેઠક અનામત રખાઈ નથી.

જેવું વાવશો તેવુું લણશો સે‌વક ચૂંટવાનો પ્રજાને અવસર
1) તમે ઉમેદવારાેનું મૂલ્યાંકન કેવી રીતે કરશાે? પક્ષ, વ્યક્તિગત પ્રતિભા કે જ્ઞાતિના આધારે?
2) પ્રજાના સેવકો પાસે તમારી અપેક્ષા શું છે ?

જાતિવાદ નહીં માનવતાવાદને પ્રાધાન્ય
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જાતિ આધારિત નહીં પણ દરેકને પોતાનો ગણે તેવા સેવાભાવી ઉમેદવારની જરૂર છે. ઉમેદવાર શિક્ષિત અને પદનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર સારો વ્યવહાર રાખતો, નિષ્પક્ષ અને લોકોને સાથે રાખી વિકાસનાં માર્ગે ચાલતો હોવો જરૂરી છે. સમસ્યાનું નિરાકરણ અને લોકોનાં કામ ઝડપથી કરે તેવા એનર્જીક ઉમેદવાર જોઈએ. - મનિષ ધુરી, નોકરિયાત, સ્થાનિક, શિવાજી ચોક, વિજલપોર

​​​​​​​નાના માણસોને સાંભળે તેવા સેવકની જરૂર
કોઈ પક્ષ-જ્ઞાતિ નહીં પણ જે ઉમેદવાર નાના માણસોને પણ સાથે લઈને હાર જીત ગૌણ વાત છે હાર્યા બાદ પણ સેવા કરવાવાળા ઉમેદવાર અમારા મતે શ્રેષ્ઠ કહી શકાય. વિજલપોર વિસ્તારમાં ધંધા-રોજગાર હાલમાં નથી તેમના માટે ધંધા અને રોજગાર ઉભા કરી શકે અને લોકોની સમસ્યા દૂર કરે તેવા ઉમેદવારની આશા રાખીએ છીએ. - સી.આર. પાટીલ (છોટુભાઈ લારીવાળા), સ્થાનિક, અલકાપુરી, વિજલપોર

તકવાદી નહીં પણ નિ:સ્વાર્થ સેવક જોઇએ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી આપણી આસપાસના પ્રશ્નોને અને સમસ્યાના નિરાકરણ માટે હોય છે. જેમાં પક્ષ નહીં પણ વ્યક્તિ વિશેષને મહત્વ અપાશે. વિકાસના કામો તેમજ સામાન્ય માણસોના કામ પણ કરે તેવા ઉમેદવાર જોઇએ. ઈલેકશન જીતી ગયા બાદ ડોકાઇ નહીં તેવાની જરૂર નથી. આવા તકવાદીને જાકારો આપવો જોઈએ. - ભાવિક શ્રીમાળી, એડવોકેટ, સ્થાનિક, રામજીપાર્ક, વિજલપોર

​​​​​​​જ્ઞાતિ નહીં વ્યક્તિગત પ્રતિભા પહેલી પસંદ
ઉમેદવાર જ્ઞાતિના આધારે નહીં વ્યક્તિગત પ્રતિભાના આધારે પસંદ કરીશું. વિજલપોરમાં મીઠા પાણીની સમસ્યા છે. વર્ષો થવા છતાં તે પૂર્ણ થઈ નથી. રેલવે ઓવરબ્રિજના કામો બાકી છે. પાયાની સમસ્યાના નિરાકારણ માટે લોકોનો અવાજ ઉચ્ચ કક્ષાએ રજૂ કરે તેવા બાહોશ ઉમેદવાર હોવા જોઈએ. - રામસિંગભાઈ રાજપૂત, સામાજિક કાર્યકર-સ્થાનિક, અંબાજીનગર, વિજલપોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો