તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારી કૃષિ યુનિવર્સિટીએ રાજ્યમાં અગ્રગણ્ય સ્થાન ધરાવે છે અને તેની નામના દેશ-વિદેશમાં ફેલાઇ છે. નવસારી કૃષિ યુનિવર્સિટીનું વઘઇ કેન્દ્રમાં શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ શિક્ષણના ત્રણેય મેન્ડેટ પરિપૂર્ણ કરવા કૃષિ મહાવિદ્યાલય, કૃષિ પોલીટેકનિક, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મળી કુલ ચાર યુનિટ કાર્યરત છે. કૃષિ મહાવિદ્યાલયની સ્થાપના વર્ષ 2012માં કરાઇ છે. નવા કોલેજ બિલ્ડીંગમાં સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન સાધનોની સાથેની વિવિધ વિષયની પ્રયોગશાળાઓ, કોમ્પ્યુટર લેબ, લેન્ગવેજ લેબ, ટીસ્યુકલ્ચર લેબ, મ્યુઝીયમ, સેમિનાર હોલ, ઓડિટોરીય અને લાઇબ્રેરી જેવી સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવ્યું છે. હાલમાં કુલ 6 પ્રોજેક્ટ જેવા કે મશરૂમ અને બાયોપેસ્ટીસાઇડ લેબોરેટરી, ટીએસપી અને ઇએલયુ હેઠળ વર્મીકમ્પોસ્ટ અને પ્રોડક્શન ઓફ ક્વોલિટી પ્લાન્ટીંગ મટીરીયલના યુનિટ કાર્યરત છે. હલકા ધાન્ય સંશોધન કેન્દ્રમાં કુલ 12 યોજના સાથે નાગલી, કઠોળ, શાકભાજી, કંદમૂળ, જુવાર, ખરસાણી જેવા અગત્યના પાકો પર સંશોધનનું કાર્ય પણ કરાઇ રહ્યું છે. વર્ષ 2017-18 દરમ્યાન આખા ભારતમાં હલકા ધાન્ય સંશોધન કેન્દ્રને બેસ્ટ પર્ફોર્મિંગ સેન્ટર ઓફ એઆઇસીઆઇપીનો એવોર્ડ પણ મળ્યો છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.