સંગ્રામ પંચાયત:269 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચના 744 અને વોર્ડ સભ્ય માટે 3917 ઉમેદવાર રેસમાં છે
  • કુલ 756 મતદાન મથકો ઉપર સવારે 7થી સાંજે 6 સુધી મતદાન થશે, 106 મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે
  • ચૂંટણીને પગલે વહીવટી તંત્ર દ્વારા બુથ વાઇસ મતપેટી પહોંચાડવાથી લઇ તમામ કામગીરી પૂર્ણ

નવસારી જિલ્લામાં રવિવારે 269 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. ચૂંટણીમાં સરપંચ માટે 744 અને વોર્ડ સભ્યો માટે 3919 ઉમેદવારો રેસમાં છે. આમ તો નવસારી જિલ્લામાં કુલ 308 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી જાહેર થઈ હતી પણ ફોર્મ ખેંચાયા બાદ 35 ગ્રામ પંચાયતો સમરસ થઈ અને અન્ય 4 માં પણ મતદાન કરવાની હાલ જરૂર ન પડતા 269 ગ્રામ પંચાયતો માટે 19મીને રવિવારે મતદાન થશે. સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદારો મતદાન કરશે.

અગાઉની જેમ પુનઃ આ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ મતપેટીનો જ મતદાન માટે ઉપયોગ કરવામાં આવશે. મતદાન સરપંચની 258 અને વોર્ડની 1589 બેઠકો માટે થઈ રહ્યું છે.જેમાં સરપંચપદ માટે કુલ 744 અને વોર્ડ સભ્યપદ માટે 3917 ઉમેદવારો રેસમાં છે. સૌથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી વાંસદા અને ચીખલી તાલુકામાં યોજાઈ રહી છે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં મતદાન કરવા માટે કુલ 754 મતદાન મથકો (બુથ) ઉભા કરવામાં આવ્યા છે. જેમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઇ 106 બુથ સંવેદનશીલ જાહેર કરાયા છે.

નવસારી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની સ્થિતિ

તાલુકાગ્રા.પં.સરપંચબેઠકમતદાન મથકમતપેટીપોલીંગ સ્ટાફપોલીસ
નવસારી33311346915142069
જલાલપોર363019690208589250
ચીખલી62614182204801320440
ગણદેવી5150289138276940406
વાંસદા65654191742661167320
ખેરગામ22221336565424130
કુલ2692591589756144648601615

કોવિડ પ્રોટોકોલનું પાલન કરાશે
હાલ કોવિડના સમયગાળામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહીં હોય કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવામાં આવશે. મતદાતાને મતદાન વેળા ‘ગ્લોઝ’ અપાશે. બુથ ઉપરના કર્મચારીઓને માસ્ક અપાશે. આરોગ્યના કર્મચારીઓ ટેમ્પરેચર ગનથી મતદાતાની તપાસ પણ કરશે. આ ઉપરાંત મતદાન બુથો સેનેટાઈઝ પણ કરાઈ રહ્યાંનું જાણવા મળ્યું છે.

ચૂંટણી માટે 567743 મતદારો છે
રવિવારે થનાર 269 પંચાયતોની ચૂંટણી માટે કુલ 567743 મતદારો નોંધાયેલ છે,જેમાં 284806 પુરૂષ મતદારો અને 282935 સ્ત્રી મતદારો છે. અન્ય 2 મતદાર પણ છે,

અન્ય સમાચારો પણ છે...