તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નગરવાસીઓની કોરોના સામે ફાઇટ:સ્વૈચ્છિક લોકડાઉન મહત્તમ સફળ, જીવનજરૂરી સામગ્રીઓની દુકાનો ચાલુ રહેતા રાહત

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નવસારી શહેરમાં નવસારી નગરપાલિકાના પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરતા કોરોના સંક્રમણ અટકાવવા વેપારી, દુકાનદારોએ સ્વૈચ્છિક બંધને મહત્તમ સફળ બનાવ્યું હતું. શહેરમાં શાકભાજી માર્કેટ, લૂન્સીકૂઇ વિસ્તાર અને મોટા બજાર સહિતના વિસ્તારોમાં સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન જોવા મળ્યું હતું.

આ ઉપરાંત લોકોએ પણ ઘરની બહાર ન નીકળીને શહેરમાં લગાવાયેલા સ્વૈચ્છિક લોકડાઉનને સફળ બનાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી. આ લોકડાઉન દરમિયાન જીવન જરૂરી સામગ્રીની દુકાન જેમકે, મેડિકલ સ્ટોર, છૂટક શાકભાજી, ડેરી વગેરે ચાલુ રખાઇ હતી. જેને લઇ શહેરીજનોને વધુ હાડમારી વેઠવી પડી ન હતી. આ સંદર્ભે નવસારી-વિજલપોર નગરપાલિકાના પ્રમુખ જીગીશ શાહે જણાવ્યું હતું કે, નવસારીની જનતાએ કોરોના સામે ફાઈટ આપી છે. જનતાનો આભાર માનીએ છીએ. હજુ ખતરો ટળ્યો નથી, જેથી દરેક લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનો અમલ કરે.

નવસારી લૂન્સીકૂઇ
નવસારી લૂન્સીકૂઇ
નવસારી મોટાબજાર
નવસારી મોટાબજાર
શાળા બંધ
શાળા બંધ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો