12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીનો જન્મદિવસ છે. 1863મા જન્મેલ આ મહાપુરૂષનું આયુષ્ય પૂરા 40 વર્ષ પણ ન હતું પરંતુ તેમણે કરેલ કાર્યો અને ખાસ કરીને વિચારો ભારત જ નહીં દુનિયાભરને પ્રભાવિત કર્યા છે. અહીંના નવસારી પંથકમાં આજે પણ તેમના વિચારોને માનવાવાળા હજારો લોકો છે.
સ્વ. વિવેકાનંદજીની યાદગીરી જળવાય તે માટે નવસારીમાં અનેક પ્રકલ્પો, જગ્યાઓ સાથે આ મહાપુરૂષનું નામ જોડવામાં આવ્યું છે. શહેરના દશેરા ટેકરી નજીકના તરણકુંડ, દુધિયા તળાવ વિસ્તારની શહેરની મુખ્ય શાકમાર્કેટ, વિજલપોરમાં રેલવે ફાટક સામેનો બાગ, જુનાથાણા વિસ્તારનો એક માર્ગ, જુનાથાણા સર્કલનું નામ પણ વિવેકાનંદજીના નામ સાથે જોડવામાં આવ્યું છે. નવસારીની અસ્પી કોલેજ ઓફ હોર્ટિકલ્ચરમાં એક હોલનું નામ પણ વિવેકાનંદજીના નામ પરથી અપાયું છે.
મહત્ત્વની વાત એ છે કે નવસારીના જૂનાથાણા વિસ્તારમાં વિવેકાનંદજીની પૂર્ણ કદની પ્રતિમા પણ પાલિકાએ મુકી છે. અહીં ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોમાં જ સ્વામી વિવેકાનંદજીના નામ સાથે પ્રકલ્પો જોડવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.