ચૂંટણી પૂર્ણ થતા દારૂની હેરાફેરી શરૂ:નવસારીના ખડસૂપા બ્રિજ પાસેથી ગ્રામ્ય પોલીસે 4 લાખના દારૂ સાથે એક શખ્સને દબોચ્યો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકની ધરપકડ સાથે એકને વોન્ટેડ જાહેર કરાયો

નવસારી હાઇવે પરથી વર્ષ દરમ્યાન જિલ્લા પોલીસ મોટી સંખ્યામાં દારૂની જથ્થો ઝડપી પાડે છે ત્યારે ફરીવાર ગ્રામ્ય પોલીસની હદમાં આવતા હાઇવે પાસેની ખડસૂપા બ્રિજ ઉતરતા ટાટા ટ્રકમાં 3.90 લાખની કિંમતની 3720 વિદેશી દારૂની બોટલ સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે.

ટ્રક ચાલક સંદીપ પાટીલ મૂળ મહારાષ્ટ્રના વતની છે.જેને અજાણ્યા ઈસમે દારૂની જથ્થો ભરાવી આપીને ચોક્કસ જગ્યાએ આપવાની સૂચના આપી હતી.પોલીસે 3.90 કિંમતના દારૂના જથ્થા સાથે ટ્રક મળીને 10.90 લાખની મુદ્દામાલ કબજે કર્યો છે. નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર વર્ષ દરમિયાન કરોડોના દારૂ હેરાફેરી થાય છે ત્યારે હાલમાં જ પૂર્ણ થયેલી ચૂંટણી થી રાહત અનુભવતા બુટલેગરોએ દારૂના ડિમાન્ડ સામે સપ્લાય વધારી છે જેની સામે પોલીસે પણ એક્ટિવ બનીને સપ્લાય થતાં દારૂના જથ્થા પર બહાર નજર રાખીને બુટલેગરોને ઝેર કરવાની કવાયત શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...