સમસ્યા સર્જાઇ:વિજલપોરમાં 6 કલાકમાં 4.5 ઇંચ વરસાદ દાંડી હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
હેરિટેજ રોડ પરથી જેસીબી લગાવી પાણીનો નિકાલ કરાયો હતો અને સખીમેળામાં ભરાયેલ પાણી. - Divya Bhaskar
હેરિટેજ રોડ પરથી જેસીબી લગાવી પાણીનો નિકાલ કરાયો હતો અને સખીમેળામાં ભરાયેલ પાણી.
  • નવસારીના રેલવે અંડરબ્રિજમાં ભરાયેલ પાણીનો નિકાલ નહીં થતા ફાટક ઉપર 6 કલાક ટ્રાફિક સમસ્યા સર્જાઇ

વિજલપોર, જલાલપોરમાં 6 કલાકમાં સાડા 4 ઈંચ વરસાદ પડતાં વિજલપોરમાંથી પસાર થતા દાંડી હેરિટેજ રોડ પર પાણી ભરાતા સવારે વાહનવ્યવહાર અટક્યો હતો. નવસારી, જલાલપોર તાલુકામાં સોમવારે મધ્યરાત્રિ સુધી વરસાદ ન હતો. જોકે રાત્રે 2 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જલાલપોર, વિજલપોર વિસ્તારમાં તો સવારે 8 વાગ્યા સુધી ધોધમાર ઝાપટા પડતા જ રહ્યા હતા. સવાર બાદ વરસાદ શાંત થયો હતો.

જોકે જલાલપોર ,વિજલપોર વિસ્તારમાં તો રાત્રે 2 થી સવારે 8 સુધીના 6 કલાકમાં સાડા 4 ઈંચ પાણી પડી જતા સવારે વિજલપોર અને નવસારીના કેટલાક વિસ્તારની સિકલ બદલાઈ ગઈ હતી. વિજલપોરમાંથી પસાર થતા દાંડી હેરિટેજ નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા,જેથી વાહન વ્યવહાર થોડો સમય અટક્યો હતો.બીજી તરફ નવસારી રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા ત્યાંથી અવરજવર બંધ થઈ હતી. આશરે 6 થી જ કલાક સવારે પાણી ભરાઈ રહેતા રેલવે ફાટક ઉપર વાહનોનો ધસારો થયો હતો. ફાટકની બન્ને તરફ અને વિજલપોર ફાટક ઉપર પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી.

પાણી ભરાતા સખીમેળો બે દિવસ વહેલો બંધ કરાયો
નવસારીના દાબુ લો કોલેજના મેદાન ઉપર 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન ‘સખી મેળો અને ગુજરાત વિકાસ પ્રદર્શન’નું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 50 જેટલા સ્ટોલ ઉપર પ્રદર્શન, વેચાણ કરાઈ રહ્યું હતું. રાત્રે પડેલા વરસાદને કારણે પ્રદર્શન જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. સ્ટોલચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. અહીં વેચાણ, પ્રદર્શન માટે નવસારી જિલ્લા બહારથી પણ બહેનો આવી હતી. જોકે પ્રદર્શનની જગ્યા પાણીથી તરબતર થઈ જતા મેળો બે દિવસ વહેલો 6 તારીખે સવારે જ પૂરો કરી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...