નવસારી જિલ્લામાં ગેરકાયદે નાણાં ધીરધારની પ્રવૃત્તિ કરનાર ઉપર પોલીસે લગામ કસી લોક જાગૃતિ કાર્યક્રમો કરતા વિજલપોરનો એક યુવાન એક વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ કરતા એલસીબીએ વિજલપોરના વ્યાજખોર દંપતીની અટક કરી હતી.
વિજલપોરના ગાયત્રી સંકુલમાં આવેલ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણ ડાભીએ પોલીસમાં ફરિયાદ કરતા જણાવ્યું કે, તેઓ આયુર્વેદિક દવાનું માર્કેટીંગ કરી વેપાર ધંધો કરે છે. દોઢ વર્ષ પહેલા આયુર્વેદિક દવાની પ્રોડક્ટ લેવા માટે નવસારીના કહારવાડ ગેલેક્ષી એપાર્ટમેન્ટના પાંચમા માળે રહેતા અશ્વિન ગયાપ્રસાદ પુરોહિતનો વ્યાજે નાણાં લેવા માટે સંપર્ક કર્યો હતો.
3000 વ્યાજે લીધા હતા. જેના અવેજ તરીકે તેમણે દરરોજ 150 રૂપિયા વ્યાજના જમા કરાવવા માટે અને બે કોરા ચેક પર સહી કરાવી લીધા હતા. 3000ના વ્યાજના રોજેરોજ રૂ. 150 લેખે 6 જાન્યુઆરી સુધીમાં કુલ રૂ. 81,750 જેટલી રકમ અશ્વિન પુરોહિતે પ્રવીણભાઇ ડાભી પાસેથી વસૂલ કર્યા હતા.
અશ્વિનભાઇએ હમણા સુધીમાં 18000 વ્યાજે લીધા હતા. જેના વ્યાજ પેટે કુલ રૂ. 90,650 જેટલી રકમ અશ્વિન પુરોહિત અને તેમની પત્નીના હાથમાં રૂબરૂમાં ચૂકવ્યા હતા. પોલીસના જનજાગૃતિના કાર્યક્રમ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.