પ્રાથમિક સુવિધાનો અભાવ:નવસારીના વિજલપોર શહેર વિકાસથી વંચિત, વરસાદી પાણીના નિકાલની અને દૂષિત પાણીની મુખ્ય સમસ્યા

નવસારી10 દિવસ પહેલા

વિધાનસભાની ચૂંટણીનો માહોલ હાલ જામ્યો છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી જીતવા માટે એડિચોટીનું જોર લગાવ્યું છે. આ બધા વચ્ચે નવસારીના પાડોશી વિજલપોર શહેરમાં વિકાસની વાત કરીએ તો આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ વિસ્તાર વર્ષોથી રાજકીય ઉપેક્ષા સહન કરતો આવ્યો છે. મરાઠી, ઉત્તર ભારતીય, દ.ભારતીય સહિત હળપતિ, કોળી જાતિના મતદારો અહી વસે છે. અહીંના મતદારો મજૂર અને કામદાર વર્ગ છે. જેઓનું જીવનધોરણમાં વર્ષો બાદ પણ ખાસ કોઈ બદલાવ આવ્યો નથી. આ વિસ્તારમાં કોઈ વ્યક્તિ કે નેતા સામૂહિક આવાજ કોઈપણ બની શક્યો નથી. જેને કારણે સુવિધા માંગવામાં તંત્રના કાને પહોંચાડી શકે તેવો સક્ષમ નેતૃત્વનો આભવ જોવા મળ્યો છે.

સાંકડા રોડથી વાહનચાલકો પરેશાન
આ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામની ભરમાર છે. સાંકળી ગલીઓને કારણે અહી ઇમરજન્સી સુવિધા આપવી મુશ્કેલી છે. ગ્રામપંચાતની ગટર વ્યવસ્થામાં બદલાવ આવ્યો નથી, વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. નળ વાટે આવતું દૂષિત પાણી મુખ્ય સમસ્યા છે, શિવાજી ચોકથી વિઠ્ઠલ મંદિર જતો રોડ સાંકડો હોવાથી એમ્બ્યુલન્સ કે ફાયરના વાહનો ઝડપથી પસાર થઈ શકતા નથી. વિસ્તારમાં મહિલાઓ દ્વારા પાપડ અને સાડી ભરવાના નાના પાયાના વ્યવસાયો શરૂ છે પરંતુ તેમને સંગઠિત કરાયા નથી જેને કારણે તેમની આવકમાં વધારો થયો નથી.

રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ હજુ સુધી બની શક્યો નથી
આ વિસ્તારમાં ખાસ કોઈ ઉદ્યોગ ધંધા નથી જેથી લોકોને સુરત અથવા વાપી અપ ડાઉન કરવું પડે છે. આ શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ઓવરબ્રિજ બન્યા છે છતાં પણ વર્ષોથી વિજલપુર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ હજુ સુધી બની શક્યો નથી જેને કારણે પૂર્વથી પશ્ચિમ જવા આવવા માંગતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

છેલ્લા 27 વર્ષથી ભાજપની જીત થતી આવે છે
જલાલપુર વિધાનસભા અંતર્ગત આવતા આ વિસ્તારમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની જીત થતી આવે છે. આશરે 80,000 જેટલું વોટિંગ ધરાવતા વિસ્તાર ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વનો છે. અહીં ધમધમતો ઉદ્યોગ નગરનો વિકાસ ન થતા શહેરને રોજગારી આપવામાં સફળ થયું નથી. આ વખતે ભાજપ અને કોંગ્રેસમાં સક્ષમ ઉમેદવારોએ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવ્યું છે ત્યારે જલાલપુર વિધાનસભા બેઠકમાં જીત અપાવવા માટે આ વિસ્તાર અનેક વર્ષોથી મહત્વનો બની રહ્યો છે. આ વિસ્તાર જલાલપુરમાં ધારાસભ્ય બનાવવામાં મહત્વનો સાબિત થાય છે ત્યારે લાંબા સમયથી ઉપેક્ષા સહન કરતો આ વિસ્તાર પસંદગીનો કળશ કોના તરફ ઢોળે છે તે 8મી ડિસેમ્બરે એ ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...