નવસારી શહેરમાં પૂર્વ અને પશ્ચિમમાં જવા માટે વિજલપોર રેલવે ક્રોસિંગ 126 અને પ્રકાશ ટોકીઝ પાસેના રેલવે ક્રોસિંગ 127 પાર કરીને જવું પડે છે. ત્યારે મુખ્ય રેલવે લાઇનને અડીને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર લાઇનની કામગીરી હાલમાં શરૂ છે. ત્યારે આ લાઈનના લેવલીંગની કામગીરી શરૂ હોવાથી વિજયપુર રેલવે ફાટક 126 બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
જેને લઇને દાંડી સહિતના અન્ય ગામોના લોકોને શહેરમાં આવવા માટે ઉપયોગી વિજલપોર રેલવે ફાટક બંધ રહેતા ગાંધી ફાટક પર બનેલો રેલવે ઓવરબ્રિજ અથવા તો પ્રકાશ ટોકીઝ ગરનાળું વિકલ્પ બન્યા છે. હાલમાં વિજલપોર ફાટક પર ફ્લાય ઓવર બ્રિજની કામગીરી શરૂ હોવાથી મોટાભાગના વાહન ચાલકોને મુશ્કેલી સાથે ફાટક પરથી પસાર થવું પડે છે. ત્યારે બે દિવસ માટે ફાટક બંધ રહેતાં વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
વાહન ચાલકોએ ફરજીયાત ગાંધી ફાટક પર બનેલા ફ્લાયઓવર બ્રિજ અથવા બે કિલોમીટર દૂર પ્રકાશ ટોકીઝ ગરનાળાનો ઉપયોગ કરવો પડશે.છેલ્લા અનેક વર્ષોથી ફ્લાય ઓવર બ્રિજ ન હોવાને કારણે પશ્ચિમમાં રહેતા લોકોને શહેરમાં જવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે હાલમાં તંત્ર દ્વારા બંન્ને ફાટક પર એક સાથે ઓવર બ્રિજની કામગીરી શરૂ થતાં લોકોની હાલાકીનો પાર રહ્યો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.