વોકવે કે ડાન્સ પ્લેટફોર્મ?:દુધિયા તળાવ વોક-વે પર યુવાનોના ડાન્સના વીડિયો વાઈરલ થયા, વોક માટે આવતા લોકોમાં રોષ જોવા મળ્યો

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવી પ્રવૃતિ ન થાય તેના માટે તકેદારી રખાશે- ગાર્ડન સમિતિના ચેરમેન

નવસારી વિજલપોર પાલિકાએ દુધિયા તળાવ પાસે વોકવેનું નિર્માણ કરાવ્યું છે. જેમાં શહેરની શોભા વધારતા આ વોકવે પર સવાર સાંજ ચાલવા માટે આવતા હોય છે. ત્યારે ગઈકાલે સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા હતા. જેમાં એક યુવાન વોક પાસે ડાન્સ કરી રહ્યો છે અને બીજા તેને ચીઅર્ અપ કરવા સાથે ઉત્સાહ વધારી રહ્યા હોય તેવો એક વીડિયો વાઈરલ થયો હતો. જેને લઇને પાલિકા તંત્ર પણ સફાળું જાગ્યું હતું અને આ પ્રકારની ઘટના ન બને તેની તકેદારી લેવાની શરૂઆત કરી હતી.

પાલિકા દ્વારા નિર્માણ પામેલા જાહેર સ્થળોએ કોઈપણ વ્યક્તિગત એન્જોયમેન્ટ કે ડાન્સ જેવી પ્રવૃત્તિ ન કરી શકાય તે માટે નિયમો ઘડવામાં આવતા હોય છે. પરંતુ દુધિયા તળાવ વૉકવે પર સાંજના સમયે વૃદ્ધો અને યુવાનો મહિલાઓ વોકિંગ માટે આવતા હોય છે. ત્યારે આવા પ્રકારના બનાવ સામે આવતા પાલિકાના ગાર્ડન સમિતિના ચેરમેન મીનળ દેસાઈએ પણ જણાવ્યું હતું કે, આગામી સમયમાં આવી કોઈ પ્રવૃત્તિ ન થાય તેના માટે તેઓ તકેદારી લેશે અને આવી પ્રવૃત્તિ બંધ કરશે.

અન્ય સમાચારો પણ છે...