હોટલ-રેસ્ટોરન્ટમાં જતા પહેલા ચેતજો:નવસારીની જવાહર રેસ્ટોરન્ટમાં યુવકે મંગાવેલા પુલાવમાં વંદો નીકળ્યાનો વીડિયો વાયરલ

નવસારીએક મહિનો પહેલા
  • મેનેજમેન્ટે ભૂલ સ્વીકારવાને બદલે ડીશ બદલી આપવાની વાત કરી
  • રેસ્ટોરન્ટ સંચાલકો સામે કાર્યવાહીની યુવકે માગ કરી

નવસારીના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી જવાહર રેસ્ટોરન્ટમાં જમતી વખતે ગ્રાહકની ડીશમાં વંદો નીકળ્યો હતો. ગ્રાહકે પુલાવ -કઢી મંગાવ્યાં હતા. જે પુલાવમાં વંદો નીકળતા ગ્રાહક ચોંકી ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં જમતી વખતે ખાસ ચેતવા જેવો કીસ્સો સામે આવ્યો છે.

​​​ગ્રાહકને હોટલમાં વીડિયો ડિલેટ કરવા જણાવાયું
આ અંગે ગ્રાહકે જણાવ્યું હતું કે, હું રાત્રે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યો હતો. ત્યારે મે પુલાવનો ઓર્ડર આપ્યો હતો. આ દરમિયાન હું જેવો જમવા ગયો કે પુલાવની અંદર એક વંદો નીકળ્યો હતો. જેથી મેં રસોઈયાને આ અંગે વાત કરી હતી કે, આ શું છે. તો તેઓએ કહ્યું કે આ તો વંદો છે અને આ તો સામાન્ય વાત છે. જેથી મને ગુસ્સો આવ્યો હતો. ત્યારે મે વીડિયો ઉતારી લીધો હતો. આ દરમિયાન તેઓએ મારી ડીશ લઈ લીધી હતી અને વીડિયો ડિલેટ કરવા જણાવ્યું હતું. જોકે, મે વીડિયો ડિલેટ કર્યો ન હતો. ત્યારે આ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી મારી માંગ છે.

મેનેજમેન્ટે ભૂલ સ્વીકારવાને બદલે ડીશ બદલી આપવાની વાત કરી
નવસારીની રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકની પુલાવની ડીશમાં વંદો નીકળ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાનો વ્યાપ એટલો વધ્યો છે કે, આજે કોઈપણ પોઝિટિવ કે નેગેટિવ ન્યુઝ વાયુવેગે વાયરલ થાય છે. ત્યારે છેલ્લા બે દિવસથી નવસારીના સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સ્ટેશન વિસ્તારમાં આવેલી જવાહર રેસ્ટોરન્ટમાં ગ્રાહકે મંગાવેલા પુલાવમાં વંદો નીકળતા ગ્રાહકે હોટલ મેનેજમેન્ટને આ વિશે જણાવ્યું હતું. ત્યારે મેનેજમેન્ટે ભૂલ સ્વીકારવાને બદલે ડીશ બદલી આપવાની વાત કરી હતી.

છેલ્લે અનેક દિવસોથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ નિંદ્રાધીન હોય તેમ કોઈપણ આકસ્મિક ચેકિંગ કે ફૂડ ક્વોલિટીને લઈને કોઈ નોંધપાત્ર કામગીરી થતી નથી. જેને લઇને મસમોટો નફો કમાતા કેટલાક રેસ્ટોરન્ટ સંચાલકો લોકોને બિન આરોગ્યપ્રદ ભોજન પીરસતાં હોય છે, જેને કારણે ક્યારેક ફૂડ પોઇઝનિંગ કે ગંભીર બીમારીનો ભોગ ગ્રાહકોને બનવું પડે છે. ત્યારે રેસ્ટોરન્ટમાં જતા પહેલા તેની સ્વચ્છતા અને બીજી અન્ય બાબતો ધ્યાન રાખવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...