નવસારી સેશન્સ કોર્ટ પાસે મારામારીની ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. હત્યાના પ્રયાસના ગુનામાં જામીન પર છુટેલા અને કોર્ટમા ંપાસપોર્ટ જમા કરાવવા આવેલા ઈસમ પર એક વ્યકિત દ્વારા હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે હુમલાખોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હત્યાના પ્રયાસના ગુનામાં જામીન પર છુટેલા વાઘા ભરવાડ નામનો વ્યક્તિ પાસપોર્ટ જમા કરવામાં માટે કોર્ટમાં આવ્યો હતો. આ સમયે અનિલ મેઘવાળ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને વાઘા ભરવાડ સાથે મારામારી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
આ મામલે વાઘા ભરવાડે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે 307ના ગુનામાં કોર્ટમાં હાજર થયો હતો અને ત્યારબાદ કોર્ટે જેલમાં મોકલી આપ્યો હતો.જેમાં તેણે જમીન મળતા તે કોર્ટના આદેશથી ગઈકાલે સાંજે કોર્ટમાં પાસપોર્ટ જમા કરવા આવ્યો હતો. તે દરમ્યાન અનિલ ગીરાસે તેની પાસે આવીને કહ્યું હતું કે, વકીલ વિજય નાઈક અને જય નાઈકે તેની સોપારી આપી છે. સહયોગ સોસાયટીમાં આવેલા બંગલાનું સાટાખત રદ્દ કરી નાખજે. જો અમે તારા પર કોર્ટમાં આવીને હુમલો કરી શકતા હોય તો તારા ઘર પર આવીને પણ હુમલો કરી શકીએ.અનિલે ચપ્પુ બતાવતા વાઘા ભરવાડે ચપ્પુ લઈ લીધું હતું અને ત્યારબાદ વકીલે આવીને બંને ને છોડાવ્યા હતા.આ મામલે ટાઉન પોલીસ ફરિયાદ થતાં પોલીસે હુમલો કરનાર અનિલ મેઘવાળની ધરપકડ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.