તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'સીન-સપાટા' મારવા પોલીસવાનનો ઉપયોગ:બીલીમોરામાં મંદિર પરિસરમાં પોલીસવાનમાંથી ઊતર્યો યુવાન, ટાઇગર શ્રોફ જેવા સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાઇરલ

નવસારી10 દિવસ પહેલા
  • વીડિયો બનાવનારા ગૌરાંગ પટેલ સહિત ત્રણ યુવકની અટકાયત
  • પોલીસવાનના ઈન્ચાર્જ સહિત ત્રણ સસ્પેન્ડ

ખાખી વર્દીમાં કે સરકારી કચેરીમાં ફિલ્મી ગીતોમાં વીડિયો બનાવી વાઇરલ કરવાનો સિલસિલો ગુજરાતમાં નથી થંભી રહ્યો, પોલીસ અને સરકારી કર્મચારીઓ ડિસિપ્લિન જોબ કરે છે છતાં પણ કેટલાક પોલીસકર્મીઓ ડિસિપ્લિન ચૂકી જતા હોય છે અને એના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. અલ્પિતા ચૌધરીનો વાઇરલ વીડિયોનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ફરીવાર નવસારી જિલ્લામાં એક આવા જ પ્રકારનો વીડિયો વાઇરલ થયો છે. એક કંટ્રોલ પી.સી.આર વાનમાંથી એક યુવક નીચે ઊતરીને જોખમી સ્ટંટ કરતો હોય એવો વીડિયો વાઇરલ થયો હતો, જેને લઈ પોલીસબેડામાં ફફડાટ વ્યાપ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયામાં ખુૂબ થઈ રહ્યો છે વાઇરલ

નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મંદિર પરિસરમાં ઊભેલી એક પોલીસ વાનમાંથી ગૌરાંગ પટેલ સહિત ત્રણ યુવાનો ફિલ્મી ગીતોની તર્જ ઉપર વાનમાંથી નીચે ઉતરે છે અને એક યુવાન જોખમી સ્ટંટ કરતો આગળ આવે છે તેવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. સરકારી વાહનનો ઉપયોગ કરી જોખમી સ્ટંટ કરવા બદલ ત્રણેયની અટક કરવામાં આવી છે.

વાહનને ખુલ્લું મૂકી જનારાં પોલીસ કર્મીઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી

કાયદો અને વ્યવસ્થા સાચવવાની જવાબદારી જેમના શિરે છે તેવા પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ખૂબ ગંભીર પ્રકારની નોકરી કરતા હોય છે અને સાથે જ આવા જોખમી સ્ટંટ ડામવાનું કામ પણ પોલીસને માથે છે ત્યારે સરકારી વાહન છોડીને બેજવાબદારી ભરી રીતે વાહનને ખુલ્લી મૂકી જનારાં પોલીસ કર્મીઓ વિરુધ્ધ પણ સસ્પેન્શનને લઈને કામગીરી કરવામાં આવી છે

નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મંદિરમાં વાયરલ થયેલા વીડિયોને લઈને પોલીસ ગંભીર બની છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના મિનિટોમાં સમગ્ર મામલે બે જવાબદાર પોલીસ કર્મીઓ અને સ્ટંટ કરનારા યુવાનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી. જેના પગલે પોલીસ અધિક્ષક કચેરી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વીડિયો સોમવારનો હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ કર્મીઓ તેમનું વાહન છોડીને ક્યાંક બહાર જતા યુવાને ગેરકાયદેસર રીતે સરકારી વાહનોનો ઉપયોગ કર્યો હોવાનું ફલિત થયું હતું. આ સમગ્ર મામલે બે જવાબદાર પોલીસ પૈકી પોલીસ વાનના ઇન્ચાર્જ હિરેન પટેલ, ડ્રાઇવર ધર્મેશ પાટીલ અને પોલીસ જવાન પવન ભોયાને સસ્પેન્ડ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...