પહેલા કોક અને હવે કોકોમાં ગરોળી:નવસારીના મરોલીમાં આઈસ્ક્રીમની દુકાનમાં કોકોમાંથી ગરોળી નીકળી, વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

નવસારીએક મહિનો પહેલા
કોકોમાંથી નીકળેલી ગરોળી.
  • થોડા દિવસો પહેલા અમદાવાદમાં મેકડોનાલ્ડમાં કોકમાંથી ગરોળી મળી આવી હતી
  • ગ્રાહકે કોકોમાંથી ગરોળી નીકળવા અંગે કોઇ પ્રકારની ફરિયાદ નોંધાવી નહિ
  • છેલ્લા 1 અઠવાડિયામાં ભોજનમાં વંદો અને ગરોળી નીકળવાનો આ બીજો બનાવ

મરોલી પંથકમાં આઈસ્ક્રીમની એક ટેમ્પામાં ચાલતી મોબાઈલ દુકાનમાં ગઇકાલે મંગળવારે નિમળાઈ ગામે એક ગ્રાહક કોકો પીતો હતો. ત્યારે તેના કોકોમાંથી ગરોળી નીકળતાં ચકચાર મચી જવા પામી હતી. બાદમાં ગ્રાહકે આઈસ્ક્રીમની દુકાને ભારે ઉહાપોહ મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં આરોગ્ય વિભાગ કડક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી હતી. જો કે ગ્રાહકે આ અંગે કોઇ પ્રકારની ફરિયાદ નોંધાવી નથી.

મરોલી પંથકમાં કોકોમાંથી ગરોળી મળી આવતાં ચકચાર
મરોલી પંથકમાં કોકોમાંથી ગરોળી મળી આવતાં ચકચાર

ગઇકાલે મંગળવારે બપોરે દેવનારાયણ આઈસક્રીમના એક ટેમ્પોમાં ચાલતી દુકાન ઉભરાટ રોડ પર આવેલા નિમળાઈ ગામે ઊભી હતી. ત્યારે એક ગ્રામજને કોકોનો ઓર્ડર આપ્યો હતો. કોકો પીતા હતા તે દરમિયાન તેમાંથી ગરોળી નીકળી હતી. જેના પગલે ગ્રાહકે દુકાન પર ઉહાપોહ પણ મચાવ્યો હતો.

સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
કોકોમાંથી ગરોળી નીકળતાં આ બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ચકમક ઝરી હતી. આ બાબતે ગ્રાહકે કોઈ ફરિયાદ નોંધાવી નહોતી. આરોગ્ય વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આવા દુકાનદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ મરોલી પંથકના લોકો કરી રહ્યા છે. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો.

દેવનારાયણ આઇસ્ક્રીમના ટેમ્પોમાંથી કોકોમાંથી ગરોળી મળી આવી
દેવનારાયણ આઇસ્ક્રીમના ટેમ્પોમાંથી કોકોમાંથી ગરોળી મળી આવી

વીડિયો વાઇરલ કરનારા યુવકે કંઇપણ બોલવાનો ઇન્કાર કર્યો
આ સમગ્ર પ્રકરણમાં વીડિયો વાયરલ કરનારા યુવાન પાસે માહિતી મેળવવા જતાં તેણે કંઇપણ બોલવાનો ઇનકાર કર્યો હતો. છેલ્લા 1 અઠવાડિયામાં ભોજનમાં વંદો અને ગરોળી નીકળવાનો આ બીજો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ સમગ્ર મામલે ચકાસણી કરી આવા લેભાગુ વેપારીઓ વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરે તેવી માંગણી શહેરમાંથી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...