તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેરગામ તાલુકાના ભૈરવી ગામે રહેતો યુવાન સોમવારે સાયકલ લઈને ખેરગામ ધરમપુર રોડ પરના ભૈરવી ગામ સ્થિત પેટ્રોલ પંપ પર નોકરી જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી બેફામ આઈસરના ચાલકે ગફલતભરી રીતે આઈસર હંકારીને વળાંક પર સાઈડમાં જતાં સાયકલ સવારને ઉલાળ્યો હતો. આઈસરની અડફેટે સાયકલસવાર યુવાન 50 ફૂટ ફંગોળાયો હતો, સાઇકલ સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
ડ્રાઈવરે બેફીકરાઈ ભરી ડ્રાઈવિંગ કરીને સાયકલ ઉલાળી
ખેરગામ તાલુકાનું ભૈરવી ગામના ઝરા ફળિયામાં રહેતા ગુલાબ ભીખા પટેલ ગામમાં જ આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરે છે. સોમવારે સવારે તેઓ નોકરીએ જવા ઘરેથી નીકળ્યા હતા, ત્યારે બપોરે ખેરગામ ધરમપુર રોડ પર સાયકલ લઇને પસાર થતી વખતે પેટ્રોલ પંપ પાસે પહોંચી સાઇકલને પેટ્રોલ પંપ તરફ ટર્ન મારવાની તૈયારી હતી અને તે દરમિયાન પાછળથી યમદૂત બનીને આવેલા આઇસર ટેમ્પોએ પાછળથી ટક્કર મારતા 50 ફૂટ ફંગોળાઈને સાયકલવારને ગંભીર પરિસ્થિતિમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
ખેરગામ પોલીસે અજાણ્યા આઈસરચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો
આઈસરે યુવાનને સાયકલ સાથે ઉલાળતાં ત્યાં અધમુઆ થઈ ગયા હતા. જોકે ત્યાં દોડી આવેલાઓએ તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો. જો કે સારવાર કારગત નિવડી ન હતી અને તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માતને પગલે અજાણ્યા આઈસર ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈને ખેરગામ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.