તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્ધતાઇભર્યુ વર્તન:વાંસદાના રજૂઆત કરવા ગયેલા શિક્ષકને  બિલીમોરા ST ડેપો મેજેનરે ધક્કામારી બહાર કાઢ્યા, વીડિયો વાઈરલ થયો

નવસારી3 મહિનો પહેલા
 • સિઝન પાસ હોવા છતાં શિક્ષકને ટિકિટ આપવામાં આવી હતી
 • શિક્ષકે ઉદ્ધતાઇભર્યુ વર્તન રેકોર્ડ કર્યું તો ફોન ઝૂંટવવા પ્રયાસ કર્યો

નવસારી જિલ્લાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં બિલીમોરા એસટી ડેપોના મેનેજર રજૂઆત કરવા આવેલા એક શિક્ષક સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કરે છે અને તેમનો ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરે છે. વાંસદાના શિક્ષકે મેનેજરને પોતાની વાત સાંભળવા માટે કહ્યું છતાં તેમને ધક્કામારીને બહાર કાઢી મૂક્યા હતા અને દરવાજો બંધ કરી દીધો હતો. વીડિયો વાઈરલ થયા બાદ બિલીમોરા ડેપો મેનેજરનો સંપર્ક કરવા પ્રયાસો કર્યા હતા પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો ન હતો.

રજૂઆત કરવા આવેલી વ્યક્તિ સાથે ગેરવર્તણૂક
વાંસદામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રવીણ ગોહિલ પાસે સિઝન પાસ હોવા છતાં તેમને ટિકિટ આપવામાં આવી હતી. જે સંદર્ભે તેઓ બિલીમોરા એસટી ડેપો મેનેજરને રજૂઆત કરવા ગયા હતા. એ સમયે તેમણે પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ રાખ્યું હતું. ડેપો મેનેજરે રેકોર્ડિંગ બંધ કરવાની વાત કરી હતી અને જેને લઇને આવવા હોય તેને લઇને આવો તેમ કહ્યું હતું. બાદમાં તેમની સાથે ધક્કામુક્કી કરી હતી. જે વાઈરલ થયેલા વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે.

શિક્કે ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી
બિલીમોરા ડેપો મેનેજર દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતા વાંસદાના શિક્ષક પ્રવીણ ગોહિલે એસટી વિભાગમાં ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરી છે, જેમાં જણાવ્યું છેકે, હું વાંસદાથી બિલીમોરા અપડાઉન કરું છું. મારી પાસે પાસ હોવા છતાં કન્ડક્ટરે મને બળજબરીથી ટિકિટ આપી હતી. જે અંગે બિલીમોરા ડેપો મેનેજરને લેખિત ફરિયાદ આપવા ગયા હતા, પરંતુ તેમણે ફરિયાદ લેવાના બદલે અમને ધક્કામારીને ઓફિસમાંથી કાઢી મૂક્યા હતા. એક મોટા અધિકારીની આ રીતની વર્તણૂક અશોભનીય હોય યોગ્ય કાર્યવાહી કરવા આવે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો